હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા DY Chandrachud એ...
- Supreme Court માંથી DY Chandrachud એ ની તસવીરો થઈ વાયરલ
- Supreme Courtમાં DY Chandrachud એ ઔપચારિક રીતે વિદાય લીધી
- DY Chandrachud એનો કાર્યકાળ આશરે 2 વર્ષ પૂરતો નોંધાયો છે
DY Chandrachud Last Working Day : આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડનો સર્વોચ્ચ ન્યાયાલયમાં અંતિમ દિવસ હતો. જોકે ડીવાઈ ચંદ્રચૂડનો કાર્યભાળ મુખ્ય રીતે 10 નવેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે. પરંતુ 9 અને 10 નવેમ્બરના રોજ Supreme Court માં રજા છે. તેના કારણે ડીવાઈ ચંદ્રચૂડનો આજરોજ Supreme Court માં અંતિમ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે હવે, ન્યાયાધીશ સંજીવ ખન્ના દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાળ સંભાળશે. તો સીજેઆઈ ચંદ્રચુડે પોતાના કાર્યકાળ દરમિયાન અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના મામલે ચૂકાદો આપ્યો હતો.
Supreme Courtમાં DY Chandrachud એ ઔપચારિક રીતે વિદાય લીધી
ડીવાઈ ચંદ્રચૂડની 7 ન્યાયાધશની પીઠે 4-3 ના બહુમતીથી AMU ના લઘુમતી સ્થિતિને માન્ય ગણાવી છે. તો Last Working Day ના દિવસે ડીવાઈ ચંદ્રચૂડની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર ખુબ જ જોરશોરથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં DY Chandrachud એ ખુબ જ ભાવૂક દેખાઈ રહ્યા છે. તો Supreme Court માં DY Chandrachud એ ઔપચારિક રીતે વિદાય લીધી છે. ત્યારે વકીલ અભિષેક મનુ સિંધવી અને કપિલ સિબ્બલ સહિત અનેક લોકોએ Supreme Court ની લાઈવી સ્ટ્રીમમાં ડીવાઈ ચંદ્રચૂડને સંબોધિક કરીને ન્યાયાલયમાં તેમના યોગદાન ઉપર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: CJI ચંદ્રચુડ આજે આપશે તેમનો છેલ્લો ઐતિહાસિક ફેંસલો...
CJI DY Chandrachud rises.
His last working day ends. #SupremeCourt pic.twitter.com/AwWxssKmka— Bar and Bench (@barandbench) November 8, 2024
DY Chandrachud એનો કાર્યકાળ આશરે 2 વર્ષ પૂરતો નોંધાયો છે
DY Chandrachud એ Supreme Court માં પોતાના અંતિમ સંબોધનમાં જણાવ્યું હતું કે, જો કોઈને મેં ક્યારેય પણ દુ:ખ પહોંચાડ્યું હોય, તો હું તેમની માફી માગું છું. તે ઉપરાંત Supreme Court ની કેનટિનમાં ડીવાઈ ચંદ્રચૂડની સાથે અનેક વકીલો અને ન્યાયાધીશોએ ખાસ સમય વિતાવ્યો હતો. તમારી જાણ માટે કે, DY Chandrachud એ નો કાર્યકાળ આશરે 2 વર્ષ પૂરતો નોંધાયો છે. DY Chandrachud એ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂકાદાઓ આપ્યા હતા. તે ઉપરાંત અનેક ચૂકાદાઓ આપીને દેશમાં ન્યાયને સ્થાપિત કર્યું હતું. ત્યારે આ ચૂકાદાઓ પૈકી DY Chandrachud એ રામ મંદિરનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડને અમાન્ય ગણાવું, સજાતીય વિવાહ, અનુચ્છેદ 370 ને હટાવી અને દિલ્હી સરકારના વિવિધ ચૂકાદાઓ આપ્યા હતા.
આ પણ વાંચો: Jammu Kashmir : આતંકવાદીઓએ બે VDG સભ્યોની આંખે પટ્ટી બાંધી અને પછી મારી ગોળી