Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા

CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા (IPC), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (CRPC) અને પુરાવા અધિનિયમને બદલવા માટે કેન્દ્રન સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ...
cji dy chandrachud  ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા

CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા (IPC), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (CRPC) અને પુરાવા અધિનિયમને બદલવા માટે કેન્દ્રન સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ અંગે આયોજિત એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે ત્રણેય નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં મહત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર છે.

Advertisement

  • CJI Chandrachud એ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી
  • નવા કાયદાઓ 1 જુલાઈ 2024 સુધીમાં અમલમાં આવશે
  • ડિજિટલ માધ્યમથી તપાસની જાણ કરવાની રહેશે

CJI Chandrachud કહ્યું, 'નવા કાયદાઓએ ફોજદારી ન્યાય પર ભારતના કાયદાકીય માળખાને નવા યુગમાં પરિવર્તિત કર્યું છે. જો આપણે નાગરિકો તરીકે તેને અપનાવીએ તો નવા કાયદા ચોક્કસપણે સફળ થશે. તેમણે એમ પણ કહ્યું કે પીડિતોના હિતોનું રક્ષણ કરવા અને ગુનાઓની તપાસ અને કાર્યવાહીને અસરકારક રીતે ચલાવવા માટે આ ત્રણ કાયદાઓમાં ખૂબ જ જરૂરી સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Punjab Sangrur District Jail: જેલમાં કેદીઓ વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારી! 2 ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

Advertisement

નવા કાયદાઓ 1 જુલાઈ 2024 સુધીમાં અમલમાં આવશે

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ હાજર હતા. તેમણે નવા કાયદા-ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે. તેમના અમલીકરણ સાથે, દેશની ફોજદારી ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે બદલાઈ જશે. જોકે, Hit-And-Run કેસ સંબંધિત જોગવાઈનો તાત્કાલિક અમલ કરવામાં આવશે નહીં. આ ત્રણેય કાયદા ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે તેમને મંજૂરી આપી હતી.

Advertisement

આ પણ વાંચો: Tesla ફાઉન્ડર Elon Musk એ અચાનક ભારત મુલાકાત રદ્દ કરી, રાજકીય પંડિતોએ આપ્યું ચોંકાવનારુ કારણ

વર્તમાન પડકારોનો સામનો કરવા માટે નવા કાયદાની જરૂર

CJI Chandrachud એ કહ્યું, 'જૂના કાયદાઓ (IPC, CRPC, એવિડન્સ એક્ટ) ની સૌથી મોટી ખામી એ હતી કે તે ખૂબ જૂના હતા. આ કાયદા અનુક્રમે 1860 અને 1873 થી અમલમાં હતા. સંસદ દ્વારા નવા કાયદાઓ પસાર થવું એ સ્પષ્ટ સંદેશ છે કે ભારત બદલાઈ રહ્યું છે અને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આપણને નવા માર્ગોની જરૂર છે, જે આપણે નવા કાયદા દ્વારા મેળવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે નવા કાયદા અનુસાર, તપાસ દરમિયાન પુરાવાઓનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ હશે, જે ફરિયાદની તેમજ નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરશે.

ડિજિટલ માધ્યમથી તપાસની જાણ કરવાની રહેશે

CJI Chandrachud એ કહ્યું કે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા જણાવે છે કે ટ્રાયલ 3 વર્ષની અંદર પૂર્ણ થવી જોઈએ અને ચુકાદો અનામત રાખ્યાના 45 દિવસની અંદર આપવો જોઈએ. પેન્ડિંગ મામલાઓને ઉકેલવા માટે આ એક સારી પહેલ છે. નવા કાયદા અનુસાર, FIR ની નકલો પીડિતોને પ્રદાન કરવાની રહેશે અને તેમને ડિજિટલ માધ્યમ દ્વારા તપાસની પ્રગતિ વિશે જાણ કરવાની રહેશે. હવે આ આપણા બધા માટે એક પડકાર હશે, કારણ કે આ કાયદાઓ માટે વર્તનમાં પરિવર્તન, માનસિકતામાં પરિવર્તન અને નવી સંસ્થાકીય વ્યવસ્થાની જરૂર પડશે.

આ પણ વાંચો: Tesla ફાઉન્ડર Elon Musk એ અચાનક ભારત મુલાકાત રદ્દ કરી, રાજકીય પંડિતોએ આપ્યું ચોંકાવનારુ કારણ

Tags :
Advertisement

.