Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DWARKA : યાત્રાધામ દ્વારકામાં વરસાદી પાણીથી ગોમતી ઘાટમાં આવેલા મંદિર પાણીમાં થયા ગરકાવ

DWARKA માં આવેલ ગોમતી નદીમાં ઉપર વાસના મંદિરોમાં પાણી ઘૂસ્યા હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર ગોવર્ધન નાથ મંદિર શામળશા શેઠ મંદિર વરસાદી પાણીમાં ગરકાવ સતત વરસાદના કારણે દ્વારકામાં જનજીવન ખોરવાયુ DWARKA : ગુજરાતમાં ભારે વરસાદના કારણે હવે લોકોનું જન જીવન...
dwarka   યાત્રાધામ દ્વારકામાં વરસાદી પાણીથી ગોમતી ઘાટમાં આવેલા મંદિર પાણીમાં થયા ગરકાવ
  • DWARKA માં આવેલ ગોમતી નદીમાં ઉપર વાસના મંદિરોમાં પાણી ઘૂસ્યા
  • હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર ગોવર્ધન નાથ મંદિર શામળશા શેઠ મંદિર વરસાદી પાણીમાં ગરકાવ
  • સતત વરસાદના કારણે દ્વારકામાં જનજીવન ખોરવાયુ

DWARKA : ગુજરાતમાં ભારે વરસાદના કારણે હવે લોકોનું જન જીવન ખોરવાયું છે. છેલ્લા 2-3 દિવસમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે ભારે વરસાદના કારણે દ્વારકા (DWARKA) યાત્રાધામમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતીના આધારે, હવે ગોમતી ઘાટ પર આવેલા હરી કુંડ પાસેના હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર, ગોવર્ધન નાથ મંદિર,અને શામળશા શેઠ મંદિર વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. દ્વારકામાં (DWARKA) આવેલા ભારે વરસાદને કારણે યાત્રિકો પણ ત્યાં ફસાઈ ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Advertisement

DWARKA માં પાણી મંદિરોમાં ઘૂસ્યા

દ્વારકામાં આવેલા ગોમતી નદીમાં ઉપરવાસના ભારે વરસાદી પાણીની આવક વધતા,નદીના કિનારેથી સિમાડા પાણીના કારણે મંદિરોમાં પાણી ઘૂસી ગયા છે.ગોમતી ઘાટ પર આવેલા હરી કુંડ પાસેના હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર, ગોવર્ધન નાથ મંદિર,અને શામળશા શેઠ મંદિર વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. વધુમાં દ્વારકામાં ધોધમાર વરસાદથી ઇસ્કોન ગેટ હાઇવે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને આસપાસની તમામ દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ છે. સતત વરસાદના કારણે દ્વારકામાં જનજીવન ખોરવાઈ ગયું છે. આ ભારે વરસાદને કારણે યાત્રિકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યાત્રિકો વરસાદના કારણે દ્વારકામાં અટવાઈ ગયા છે.

Advertisement

હર્ષદ માતાજીના મંદિર પર પણ પાણી ફરી વળ્યા

યાત્રાધામ હર્ષદ મંદિર પાસેના વિસ્તારોમાં ભારે વરસાદથી અને વર્તું 2 ડેમમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે પાણી ફરી વળ્યા છે.હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોને વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે.આ પાણીથી દુકાનમાં રાખેલી સામગ્રી અને સાધનોને મોટું નુકસાન થયું છે, જેનાથી દુકાનદારોને ભારે આર્થિક નુકસાન થયું છે.સતત વરસાદ અને પાણીની આવકને કારણે યાત્રાધામ હર્ષદમાં જનજીવન પ્રભાવિત થયું છે. હર્ષદ માતાજી મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં ત્યાંના લોકો અને યાત્રિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : VADODARA : "હેલ્પ લાઇન નંબર જારી કરો, હિસાબ-કિતાબ આંદોલન સ્વરૂપે કરીશું"

Advertisement

Tags :
Advertisement

.