Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CoviShield vaccine : દેશના ટોચના વૈજ્ઞાનિકે કર્યો આ વાંચવા જેવો દાવો....

CoviShield vaccine : કોરોના મહામારી સમયે જીવ બચાવનારી કોવિશિલ્ડ રસી (CoviShield vaccine)થી દુર્લભ કિસ્સાઓમાં આડઅસર થાય છે તેવું કોવિશિલ્ડ રસી બનાવનારી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) તાજેતરમાં કોર્ટમાં સ્વીકાર્યું છે. આ રિપોર્ટ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં આ...
covishield vaccine   દેશના ટોચના વૈજ્ઞાનિકે કર્યો આ વાંચવા જેવો દાવો

CoviShield vaccine : કોરોના મહામારી સમયે જીવ બચાવનારી કોવિશિલ્ડ રસી (CoviShield vaccine)થી દુર્લભ કિસ્સાઓમાં આડઅસર થાય છે તેવું કોવિશિલ્ડ રસી બનાવનારી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) તાજેતરમાં કોર્ટમાં સ્વીકાર્યું છે. આ રિપોર્ટ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં આ સમાચારથી ભારે ડર જોવા મળી રહ્યો છે. જો કે ભારતના ટોચના વૈજ્ઞાનિકેએ કહ્યું છે કે જે લોકોએ આ વેક્સિન લગાવી છે તેમને કોઈ જ જોખમ નથી.

Advertisement

એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું કે દુર્લભ કિસ્સાઓમાં કોવિશિલ્ડ વેક્સિન આડઅસરોનું કારણ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) તાજેતરમાં કોર્ટમાં સ્વીકાર્યું છે કે દુર્લભ કિસ્સાઓમાં તેમની કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine) આડઅસરોનું કારણ બને છે. આ આડઅસર થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (Thrombocytopenia Syndrome-TTS) તરીકે ઓળખાય છે. કંપની વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં તેણે સ્વીકાર કર્યો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ (Oxford University) આ કોવિશિલ્ડ વેક્સિન બનાવી છે. જ્યારે, ભારતમાં તેને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) દ્વારા બનાવવામાં આવે છે.

જે લોકોએ આ વેક્સિન લગાવી છે તેમને કોઈ જ જોખમ નથી

રસીની આડઅસર અંગેનો અહેવાલ બહાર આવ્યા બાદ લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે ત્યારે દેશના જાણીતા ICMRના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડોક્ટર રમણ ગંગાખેડકરે કહ્યું છે કે જે લોકોએ આ વેક્સિન લગાવી છે તેમને કોઈ જ જોખમ નથી.

Advertisement

10 લાખ પૈકી ફક્ત સાતથી આઠ વ્યક્તિને અસર

ડોક્ટર રમણ ગંગાખેડકરનું કહેવું છે કે કોવિશીલ્ડ મેળવનાર 10 લાખ પૈકી ફક્ત સાતથી આઠ વ્યક્તિને થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિંડ્રોમ (TTS) નામની દુર્લભ પ્રકારની આડઅસરનો અનુભવ થવાનું જોખમ છે.

જો કોઈ આડઅસર સર્જાય છે તો તે શરૂઆતના બેથી ત્રણ મહિનામાં જ જોવા મળે છે

માહિતી પ્રમાણે જ્યારે તમે પહેલો ડોઝ લો છો તો જોખમ સૌથી વધારે હોય છે, પણ બીજો ડોઝ લેવાની સાથે જ આ જોખમ ઓછું થઈ જાય છે અને ત્રીજા ડોઝની સાથે જો તે બિલકુલ ઓછું થઈ જાય છે. જો કોઈ આડઅસર સર્જાય છે તો તે શરૂઆતના બેથી ત્રણ મહિનામાં જ જોવા મળે છે. UK મીડિયાના અહેવાલોમાં કોર્ટ પેપર્સ પ્રમાણે દેશની અગ્રણી કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ વેક્સીનથી ભાગ્યે જ કોઈ લોહીમાં આડઅસર આવી શકે છે.

Advertisement

ઓછામાં ઓછા 90 ટકા ભારતીય વસ્તીને આ ઝેબનો ઉપયોગ કરી વેક્સિન લગાવવામાં આવી છે.

કોવિડ-19 અંગે સરકારી બ્રીફિંગ સમયે ICMR સાથે સંકળાયેલ ડોક્ટર રમણ ગંગાખેડકરે કહ્યું કે વેક્સિન લોંચના છ મહિનામાં જ TTSને એડેનોવાયરસ વેક્ટર વેક્સીનના એક દુર્લભ આડઅસર તરીકે ઓળખવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાખોની સંખ્યામાં વેક્સિનની હકારાત્મક અસર જોવા મળી છે. તેને સાથે સંકળાયેલ જોખમ ખુબ જ ઓછા છે.

વેક્સિનથી આડઅસર થાય છે તે માહિતી ખોટી

બીજી તરફ ગુજરાત ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડો.ધર્મેન્દ્ર ગજ્જરે પણ કહ્યું છે કે વેક્સિનથી આડઅસર થાય છે તે માહિતી ખોટી છે. ICMR દ્વારા વેક્સિનના 3 અલગ અલગ ટ્રાયલ થયા હતા. જો લોકોને વેક્સિન ના આપી હોત તો અનેક લોકોના મોત થયા હોત. વિપક્ષ તરફથી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.

આ પણ વાંચો----- Covishield Vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે TTS ? જાણો તેના લક્ષણ

આ પણ વાંચો----- Central Health Ministry Rules: સરકારી હોસ્પિટલોને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા….

Tags :
Advertisement

.