Dr. Babasaheb Ambedkar ની પુણ્યતિથિ નિમિત્તે BAOU માં કાર્યક્રમો યોજાયા
- રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ પુસ્તકની ભેટ કરવામાં આવી
- ભારતીય પરંપરાના ઉત્તમ ઉદાહરણો સાથે વિચારો રજૂ કર્યા
- સમરસતાની બાબતે બાબાસાહેબના વનમાંથી પ્રરણા મેળવો
Dr. Babasaheb Ambedkar : Dr. Babasaheb Ambedkar Open University એ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યુનિવર્સિટી પરિસરમાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને યુનિવર્સિટી પરિવારના તમામ કર્મચારીઓએ ભાવાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ પુસ્તકની ભેટ કરવામાં આવી
તો યુનિવર્સિટીના વિવેકાનંદ ગ્રંથાલયમા Dr. Babasaheb Ambedkar ના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ લેખક તથા આંબેડકરવિદ્ કિશોર મકવાણા દ્વારા લિખિત રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાયએ યુનિવર્સિટી પરિવારના તમામ કર્મચારીઓને ભેટ આપવામાં આવ્યું હતું. Dr. Babasaheb Ambedkar Open University અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગરના સંયુક્ત ઉપક્રમે સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડૉ. સંજય પટેલએ Dr. Babasaheb Ambedkar ના સમાજ-રાષ્ટ્ર ઉત્થાન માટે સકારાત્મક કર્યો વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પણ વાંચો: Gujarat-“હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪”ની ઉજવણી
ભારતીય પરંપરાના ઉત્તમ ઉદાહરણો સાથે વિચારો રજૂ કર્યા
આ અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સંગઠન મંત્રી હીમાલયસિંહ ઝાલાએ પણ ડૉ. બાબાસાહેબે સમાજ માટે કરેલા કર્યો, રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કેવી રીતે કરી શકાય? જાતિ–જ્ઞાતિના વાડાઓમાંથી સમાજને બહાર કેવી રીતે લાવી શકાય? સમરસતા કેવી રીતે સ્થાપી શકાય? અને ભારતીય બંધારણ તૈયાર કરવામાં તેમની ભૂમિકા આ તમામ બાબતોને ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાના ઉત્તમ ઉદાહરણો સાથે તેમના વિચારો રજૂ કર્યા હતા. Dr. Babasaheb Ambedkar Open University ના કુલપતિ અમીબહેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમનો વૈચારિક અભિગમ રાષ્ટ્રીય નિર્માણ માટે ખુબ જ મહત્ત્વનો છે.
સમરસતાની બાબતે બાબાસાહેબના વનમાંથી પ્રરણા મેળવો
તો આપણે આંબેડકરના પદચિહ્નો ઉપર ચાલી સામાજિક સમરસતાની બાબતે બાબાસાહેબના વનમાંથી પ્રરણા લેવી જોઈએ. Dr. Babasaheb Ambedkar ના મહિલાઓ માટેના કાર્યો અને સ્ત્રી સશક્તિકરણ પરના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સત્તા મંડળના સદસ્ય યતિનભાઈ પટેલ, યુનિવર્સિટીના કુલસચિવ એ. કે. જાડેજા, તમામ નિયામકઓ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગરના મંત્રી ધ્રુમીલભાઈ અખાણી વિભાગ સંગઠન મંત્રી કુમારી મયુરીબા ઝાલા તેમજ યુનિવર્સિટી પરિવારના તમામ શૈક્ષણિક–બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: BZ GROUP ના કેસમાં સંડોવાયેલા શિક્ષકો વિરુદ્ધ શિક્ષણ વિભાગની તવાઈ