અમૃતસરમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ હથોડાથી તોડી પડાઇ, વિપક્ષે સરકારને ઘેરી
- અમૃતસરમાં બાબા સાહેબની મૂર્તિના ફુરચા ઉડી ગયા
- બાબા સાહેબની મૂર્તિ પર હથોડાના ઘા ઝીંડીને તોડી પડાઇ
- પંજાબમાં હાલ પરિસ્થિતિ વધારે તંગ થઇ ચુકી છે
નવી દિલ્હી : અમૃતસરમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડવામાં આવતા બબાલ મચી ગઇ હતી. ભાજપ સહિત અનેક પાર્ટીઓએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. સીએમ ભગવંત માને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
અમૃતસરમાં બાબાસાહેબની મૂર્તિ તોડી પડાઇ
અમૃતસરમાં હાલના સમયે ભીમરાવ આંબેડકરની મૂર્તિ તોડી દેવાયા બાદ ભારે હોબાળો મચ્યો હતો. ભાજપથી માંડીને બહુજન સમાજ પાર્ટી જેવી અનેક પાર્ટીઓ આપ સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે. ભાજપના સાંસદ યોગેંદ્ર ચંદોલિયાએ આ સંદર્ભે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે. તેમાં તેમણે કહ્યું કે, ભાજપ નેતા આંબેડકરની મૂર્તિ પર શ્રદ્ધાંજલી આપવા માટે અમૃતસર જવા માંગે છે. તેમણે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના કાયદાની વ્યવસ્થાની વાત કરે છે પરંતુ પંજાબનું શું? લોકોમાં ગુસ્સો છે.
આ પણ વાંચો : ગેરકાયદેસર ભારતીયો વિરૂદ્ધ અમેરિકામાં કાર્યવાહી, ગુરુદ્વારામાં પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ
આપની સરકારમાં સમગ્ર દેશમાં અરાજકતા
પંજાબમાં આપની સરકાર હોવા છતા આંબેડકરની મૂર્તિનું અપમાન કરવામાં આવ્યું છે. હું અને દુષ્યંત ગૌતમ અમૃતસર જવા માંગે છે. અમને પરવાનગી આપવામાં આવે. આ બધા ઉપરાંત દિલ્હી ભાજપ ચીફ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, કાલે જ્યારે ભારત ગણતંત્ર દિવસ માનવામાં આવી રહ્યું હતું, પંજાબના અમૃતસરમાં આંબેડકરની મૂર્તિ પર હુમલો કરવામાં આવ્યો. આપ રાષ્ટ્ર વિરોધી હોવાની સાથે સાથે દલિત વિરોધી પણ છે. એક વ્યક્તિ પ્રતિમા પર ચઢીને તેને નષ્ટ કરતો જોવા મળી રહ્યો છે.
ભાજપ દ્વારા કરવામાં આવ્યા શાબ્દિક પ્રહાર
આ ઉપરાંત ભાજપ નેતા અનુરાગ ઠાકુર પણ આપના વિરોધ વ્યક્ત કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, આપે બાબા સાહેબ આંબેડકરની શિક્ષાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, દલિતને ઉપમુખ્યમંત્રી બનાવશે. જો કે તેમણે એવું નથી કર્યું. રાજ્યસભામાં આપનો એક પણ દલિત સાંસદ નથી. આપના 2 દલિત મંત્રીઓ તેના માટે રાજીનામું આપી દીધું. કારણ કે આપ દલિત વિરોધી છે. તેમણે 500 દલિત વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું વચન પણ આપ્યું હતું. જો કે એવું કંઇ જ થયું નથી. નિર્ધારિત રકમનો દુરૂપયોગ કર્યો. હવે આંબેડકરની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે, જે તેની દલિત વિરોધી માનસિકતાને દર્શાવે છે.
આ પણ વાંચો : Morbi : SMC ની રેડ બાદ PSI અને ઈન્ચાર્જ ASI સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ!
અશાંતિ ફેલાવવાની નથી કોઇને પરવાનગી
બીજી તરફ આ તમામ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માને કહ્યું કે, અમૃતસરની હેરિટેજ સ્ટ્રીટમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ દરેક વ્યક્તિની માનસિકતાને નુકસાન પહોંચ્યું. આ પ્રકારનું કૃત્ય કરનારા શરારતી તત્વો વિરુદ્ધ એવી કાર્યવાહી કરવામાં આવશે કે ઉદાહરણ બનશે. કોઇને પણ રાજ્યની શાંતિ ડહોળવાની પરવાનગી નથી.
આ પણ વાંચો : દિલ્હીના બુરારીમાં મોટી દુર્ઘટના, મકાન ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા