Diwali 2024 માં સૌથી વધુ આ વસ્તુ વેચાય છે, જાણો આ વર્ષે કેટલો કારોબાર થયો
- market brew એ એક અહેવાલ રજૂ કર્યો હતો
- Diwali માં ઉપકરણો પાછળ સૌથી વધુ ખર્ચ
- માત્ર 9 રૂપિયાની આવક સોનામાંથી થઈ
Diwali Festival Business : Diwali નો તહેવાર ભારતમાં તહેવારોનો રાજા ગણવામાં આવે છે. ત્યારે Diwaliના સમયગાળામાં અને ખાસ કરીને Diwali અને ધનતેરસના દિવસે લોકો સૈથી વધુ સોનું અને વિવિધ મોંધી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તો અનેક લોકો મહિના પહેલા શોપિંગની લીસ્ટ તૈયાર કરે છે. અને તેની સાથે લોકો Diwali પહેલા ઘરની સાફ-સફાઈ કરે છે. ત્યારે Diwali 2024 માં ભારતના બજારમાં રોનક જોવા મળી હતી. તેના કારણે વેપારી સાથે દેશની આર્થિક આવકમાં પણ ફાયદો થયો છે.
market brew એ એક અહેવાલ રજૂ કર્યો હતો
Confederation of All India Traders ના જણાવ્યા અનુસાર, Diwali 2024 માં ભારતમાં 4.25 લાખ કરોડનો વ્યાપાર જોવા મળ્યો છે. માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં પણ આ વર્ષે ખુબ જ કારોબાર જોવા મળ્યો છે. તો દેશભરમાં Diwali 2024 માં કઈ વસ્તુઓનું સૌથી વધુ વેચાણ થયું છે, તેનો પણ એક અહેવાલ સામે આવ્યો હતો. આ અંગે tata fintech ના market brew એ એક અહેવાલ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો : Diwali 2024 માં ફટાકડાના ઘોંઘાટ અને પ્રદૂષણથી આ રીતે રાહત મેળવો
With Diwali and other festivities in full swing, the Confederation of All India Traders expects around Rs 4.25 lakh crore in nationwide turnover, with Delhi likely contributing Rs 75,000 crore. #StockMarketIndia #researchinandout pic.twitter.com/Na87msXsMd
— Research In and Out (@research_ino) October 28, 2024
Diwali માં ઉપકરણો પાછળ સૌથી વધુ ખર્ચ
જો Diwali 2024 માં 100 રૂપિયાનો સૌથી વધુ દેશભરમાં કારોબાર થયો છે. ત્યારે તેમાં લોકોએ સૌથી પોતાની આવક ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક જેવા અન્ય ઉપકરણો પાછળ સૌથી વધુ ખર્ચ કરી છે. ત્યારે 100 રૂપિયામાંથી 25 રૂપિયાની આવક આધુનિક ઉપકરણોમાંથી થઈ છે. ત્યારબાદ ભારતીયોએ પોતાની આવકને આશરે 13 રુપિયા જેટલી ફૂડ અને અન્ય ખાદ્ય વસ્તુઓની પાછળ ખર્ચ કરી છે. તો આ વર્ષે સૌથી વધુ કિંમત સોનાની વધી હતી.
માત્ર 9 રૂપિયાની આવક સોનામાંથી થઈ
ત્યારે સોનાની કિંમતમાં સૌથી વધુ વધારો થતા, તેમાં દેશને Diwali ના 100 રૂપિયાના કરોબારમાં માત્ર 9 રૂપિયાની આવક સોનામાંથી થઈ હતી. તો બાકીના પૌસા ભારતીયોએ કાપડ ઉપર રૂ. 12, ડ્રાય ફ્રુટ્સ અને મીઠાઈઓ ઉપર રૂ. 4, ઘરની સજાવટ ઉપર રૂ. 3, બ્યૂટિ પ્રોડ્ક્સ ઉપર રૂ. 6, મોબાઇલ અને ગેજેટ્સ ઉપર રૂ. 8, પૂજાની વસ્તુઓ ઉપર રૂ. 3, રસોડાની વસ્તુઓ ઉપર રૂ. 3, બેકરી ઉત્પાદનો ઉપર રૂ. 2, ગિફ્ટની વસ્તુઓ ઉપર રૂ. 8 અને 4 રૂપિયા ફર્નિચર પર પણ ખર્ચ કર્યા છે.
આ પણ વાંચો : Deepawali : દિવાની જેમ જાતે બળી જગને ઝળહળ કરવાનું પર્વ