Diwali એ શાસ્ત્રો પ્રમાણે 31 Oct કે 1 Nov માંથી ક્યારે છે? જાણો યોગ્ય તારીખ
- ધાર્મિક સભામાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો
- 31 મી October એ અમાવસ્યા પ્રદોષ કાળમાં પ્રવેશે
- 31 October ની રાત્રે Diwali ની ઉજવણી કરવી તાર્કિક
Diwali 2024 Date : હવે, Diwali ને માત્ર ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. ત્યારે દરેક ઘરમા Diwali ઓની તૈયારો પણ પૂર્ણ થવા આવી છે. તો ભારતના દરેક શહેર અને ઘર Diwali પહેલા ઝગમગ આકાશના તારાની જેમ ચમકી રહ્યા છે. ત્યારે દરેક વર્ષે Diwali એ કારતક અમાવસ્યાના ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તો આ વખતે કેટલાક લોકો Diwali 31 October એ છે, તો અમુક 1 November એ Diwali છે, તેવું કહી રહ્યા છે.
ધાર્મિક સભામાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો
Diwali નો તહેવાર આ વર્ષે 31 મી October એ ભારત દેશ સાથે વિશ્વભરમાં ઉજવવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, જયપુરમાં અખિલ ભારતીય શૈક્ષણિક પરિષદ દ્વારા આયોજિત ધાર્મિક સભામાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતનામ વિદ્વાનો, જ્યોતિષીઓ અને ધાર્મિક વિદ્વાનોએ જ્યોતિષીય ગણતરીઓ અને શાસ્ત્રીય પરંપરાઓને ધ્યાનમાં રાખીને તારીખની જાહેરાત કરી છે. કારણ કે... 31 મી October ને કારતક અમાવસ્યા અને લક્ષ્મી પૂજા માટે શાસ્ત્રોક્ત માનવામાં આવી છે.
આ પણ વાંચો: Diwali માં આ કારણોથી ઘરના દરેક ખૂણે દીપક પ્રગટાવવા આવે છે, જાણો
31 મી October એ અમાવસ્યા પ્રદોષ કાળમાં પ્રવેશે
31 મી October એ પ્રદોષ કાળ અને મધ્યરાત્રિ બંનેમાં અમાવસ્યા હોવાથી આ દિવસે Diwali ઉજવવી યોગ્ય છે. 31 મી October એ અમાવસ્યા પ્રદોષ કાળમાં પ્રવેશે છે. અને પ્રદોષ આવતાની સાથે જ Diwali ની રાત્રિ શરૂ થઈ જાય છે. વૃષભ રાશિનું આગમન થાય છો. બ્રહ્મા પુરાણ અનુસાર, રાજા બલિની જેલમાંથી મુક્ત થયા પછી, લક્ષ્મી અડધી રાત્રે દરેક ઘરમાં સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જાય છે.
31 October ની રાત્રે Diwali ની ઉજવણી કરવી તાર્કિક
અમાવસ્યાની મધ્યરાત્રિએ જેનું ઘર ખુલ્લું હોય છે, તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સમગ્ર દેશના વિદ્વાનોની સંમતિથી Diwali 31 મી October એ જ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે અમાવસ્યા તિથિ 31 October એ બપોરે 3:52 વાગ્યાથી 1 નવેમ્બરના રોજ સાંજે 6:16 વાગ્યા સુધી રહેશે. ત્યારે 31 October ની રાત્રે અમાવસ્યા તિથિ જોવા મળશે. અને 31 મી October ની રાત્રે Diwali ની ઉજવણી કરવી તાર્કિક છે.
આ પણ વાંચો: Eco-friendly Diwali ની આ રીતે ઉજવણી કરીને દેશને પદૂષણથી બચાવો....