Cobra snake ને આ દેશમાં લોકો મોમોઝ અને નૂડલ્પની જેમ ખાઈ છે, જુઓ Video
- @kaash_chaudhary દ્વારા આ વીડિયોને શેર કરાયો
- પ્રવાસ દરમિયાન આ પ્રકારની ઘટનાને નિહાળી હતી
- નૂડલ્સ, ડમ્પલિંગ અને મોમોઝની જેમ ખાવામાં આવે છે
Cobra Snake Dish Viral Video : જો આપણે દુનિયાના સૌથી ઝેરી અને ખતરનાક જીવોની વાત કરીએ તો Cobra snake નું નામ ચોક્કસપણે સામે આવે છે. આ દુનિયાનો સૌથી ઝેરી Cobra snake છે. તો અમુક લોકો તેની તસવીરને જોઈને ડરી જાય છે. જો આ Cobra snake સામે આવે તો ઘણા લોકો ડરના કારણે બેહોશ થઈ જાય છે. પરંતુ વિશ્વમાં એવા પણ લોકો છે, જે આ Cobra snakeને પકડીને તેની વિવિધ વાનગીઓ બનાવી છે. અને લોકો આ વાનગીનો પણ ભરપૂર આનંદ માણે છે.
પ્રવાસ દરમિયાન આ પ્રકારની ઘટનાને નિહાળી હતી
તાજેતરમાં જ એક ભારતીય ટ્રાવેલ બ્લોગર એવા દેશમાં ગયો જ્યાં લોકો પકોડા અને મોમોઝ જેવી વાનગીઓ Cobra snake માંથી બનાવવામાં આવી હોય, તેને ખોરાક તરીકે ખાય છે. આ દુકાનમાં કોબ્રા વેચાતા જોઈને માત્ર બ્લોગર્સ જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતો. ઇન્સ્ટાગ્રામ યુઝર આકાશ ચૌધરી (@kaash_chaudhary) તેના પ્રવાસ દરમિયાન આ પ્રકારની ઘટનાને નિહાળી હતી.
આ પણ વાંચો: Bihar Student Protest માં વિદ્યાર્થીઓ સાથે ખાન સર જોડાયા, કહ્યું કે...
View this post on Instagram
નૂડલ્સ, ડમ્પલિંગ અને મોમોઝની જેમ ખાવામાં આવે છે
હાલમાં જ આકાશ ચૌધરીએ ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યો હતો. જ્યાં દુકાનમાં વેચાતી વાનગી જોઈને તે ચોંકી ગયો હતો. તેણે જોયું કે Cobra snakeમાંથી બનાવેલી વાનગી રસ્તા પર ખુલ્લેઆમ વેચાઈ રહી છે. અહીં લોકો Cobra snakeને 2 લાખ ઇન્ડોનેશિયન રૂપિયામાં એટલે કે ભારતીય ચલણમાં લગભગ 1 હજાર રૂપિયામાં ખરીદે છે. આ ખતરનાક Cobra snakeને નૂડલ્સ, ડમ્પલિંગ અને મોમોઝની જેમ ખાવામાં આવે છે, જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 41.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 17 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: 290 KM સુધી નશામાં ધૂત વ્યક્તિએ ટ્રેનના પૈડાં વચ્ચે લટકીને મુસાફરી માણી, જુઓ Video