Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chennai Air Show પૂર્ણ થયા બાદ અફરા-તફરી થતા 3 ના મોત, 230 લોકો...

નબળા સંકલનના કારણે આ ઘટનાનું નિર્માણ થયું લોકો સવારના 8 વાગ્યાથી જ એકઠા થયા હતાં ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતાં Chennai Air Force : Indian Air Force ની 92 મી વર્ષગાંઠની ઉજવણી માટે Chennai માં એક...
chennai air show પૂર્ણ થયા બાદ અફરા તફરી થતા 3 ના મોત  230 લોકો
Advertisement
  • નબળા સંકલનના કારણે આ ઘટનાનું નિર્માણ થયું
  • લોકો સવારના 8 વાગ્યાથી જ એકઠા થયા હતાં
  • ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતાં

Chennai Air Force : Indian Air Force ની 92 મી વર્ષગાંઠની ઉજવણી માટે Chennai માં એક ખાસ Air Show નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં હજારોની તાદાતમાં લોકો હાજર રહ્યા હતાં. પરંતુ જ્યારે વાયુસેનાના Air Show નો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારે દુર્ઘટનાનું નિર્માણ થયું હતું.

નબળા સંકલનના કારણે આ ઘટનાનું નિર્માણ થયું

Chennai ના Air Show ના પૂર્ણ થયા બાદ જ્યારે લોકો ઘરે પરત ફરી રહ્યા હતાં. ત્યારે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેના કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની સાથે આ ભીડના બેકાબૂ થયાની સાથે 3 લોકોનો મોત સામે આવ્યા છે. તો બીજી તરફ 230 થી વધુ લોકો હોસ્પિટલમાં પથારીએ જોવા મળ્યા છે. ટ્રાફિક અધિકારીઓ દ્વારા નબળા સંકલનના કારણે આ ઘટનાનું નિર્માણ થયું હતું.

Advertisement

આ પણ વાંચો: Chinese Spy Balloon થી ચીન કરી રહ્યું છે, ભારત-અમેરિકાની જાસૂસી....

Advertisement

લોકો સવારના 8 વાગ્યાથી જ એકઠા થયા હતાં

Air Show જોવા માટે સવારે 11 વાગ્યા પહેલા જ મરિના બીચ પર લોકો ઉમટી પડ્યા હતાં. ઘણા લોકો તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતાં. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ Air Show માં લગભગ 16 લાખ લોકોએ ભાગ લીધો હતો. જે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહી હતી. જોકે, તાપમાં સારી જગ્યા મેળવવા માટે હજારો લોકો સવારના 8 વાગ્યાથી જ એકઠા થયા હતાં.

ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતાં

કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતાં. તો Air Show ના સમાપ્ત થતાંની સાથે જ એક વિશાળ ભીડે કામરાઝર સલાઈ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો હતો. તડકા અને ભીડથી કંટાળી ગયેલા ઘણા લોકોને મદદ કરવા નજીકના વિસ્તારના લોકો આવ્યા અને જરૂરિયાતમંદોને પીવાનું પાણી પૂરું પાડ્યું.

આ પણ વાંચો: Champai Soren ને જમશેદપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Tags :
Advertisement

Trending News

.

×