તમિલનાડુ : ટ્રેનમાં આગ લાગતા 9 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
તમિલનાડુના મદુરાઈમાં શનિવારે ટ્રેનના સ્ટેન્ડિંગ કોચમાં આગ લાગતા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. દક્ષિણ રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ અહીં યાર્ડમાં (જ્યાં ખાલી ટ્રેનો પાર્ક કરવામાં આવે છે) પ્રવાસી ટ્રેનના કોચમાં ફાટી નીકળી હતી. આગમાં 20 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લાવવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. આ ટ્રેન લખનૌથી રામેશ્વરમ જઈ રહી હતી.
મદુરાઈ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના કોચમાં લાગી આગ
તમિલનાડુના મદુરાઈ રેલ્વે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની ઘટના સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડ જંક્શન પર ટ્રેનને રોકવામાં આવી હતી ત્યારે તેની જાણ થઈ હતી. રેલ્વેના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડ ખાતે પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક ખાનગી કોચમાં આગ લાગતા ફાયર સર્વિસે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને અન્ય કોચને કોઈ નુકસાન થયું ન હતું.
Tamil Nadu: 9 killed in Madurai train fire; passengers ‘illegally smuggled gas cylinder’, say officials
Read @ANI Story | https://t.co/GxVixMTw7a#maduraitrainfire #Madurai #IndianRailways pic.twitter.com/p76BJkagrL
— ANI Digital (@ani_digital) August 26, 2023
ભીષણ આગમાં ટ્રેનના કોચ બળીને ખાખ
તમિલનાડુના મદુરાઈ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ મીડિયામાં જોઈ શકાય છે કે કોચમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં ટ્રેનનો કોચ બળીને ખાખ થઈ ગયો છે. જણાવી દઇએ કે, આ અકસ્માતમાં શરૂઆતમાં બે લોકોના મોત થયા હતા, પરંતુ હવે મૃત્યુઆંક વધીને 9 થયો છે. વળી, અકસ્માતમાં ઘાયલ થયેલા 25 લોકોને બચાવીને નજીકની રેલ્વે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
Tamil Nadu train fire | An ex-gratia of Rs 10 lakh announced to the family of the deceased: Southern Railway. https://t.co/MgXuD4CDir
— ANI (@ANI) August 26, 2023
ટ્રેનમાં આગ લાગી
રેલ્વે વિભાગે માત્ર તે કોચને અલગ કર્યા છે જ્યાં આગ લાગી હતી. બોક્સમાં ફેલાઈ ગયેલી આગને ફાયર ફાઈટરોએ સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. મદુરાઈ પાસે પાર્ક કરેલી લખનૌ-રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન તિરુપતિ-રામેશ્વરમ-કન્યાકુમારી જેવા સ્થળોએ જવાની હતી. આ દરમિયાન મદુરાઈ ખાતે અચાનક આગની ઘટનાને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ફાયર વિભાગને શંકા છે કે રસોઈ બનાવતી વખતે આગ પ્રસરી હશે.
આ પણ વાંચો - ગુજરાતથી મુંબઈ જઈ રહી ટ્રેનમાં Firing, RPF ના ASI સહિત 4 લોકોના મોત
આ પણ વાંચો - જામકંડોરણા છાત્રાલય ખાતે NCC કેમ્પના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ ઇમરજન્સીની ટ્રેનિંગ આપવામાં આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.