Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : અંકલેશ્વરમાં દશામાંની શોભાયાત્રામાં DJ બંધ કરાવતા હોબાળો

BHARUCH : ભરૂચ જીલ્લા (BHARUCH DISTRICT) માં ભક્તોની દશા સુધાનાર દશામાંને ડીજેના સથવારે પધરામણી કરાઈ હતી જેમાં અંકલેશ્વર પંથકમાં પોલીસે વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવતા દશામાં ની શોભાયાત્રા પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળા બાદ પોલીસે સાઉન્ડ સિસ્ટમ...
bharuch   અંકલેશ્વરમાં દશામાંની શોભાયાત્રામાં dj બંધ કરાવતા હોબાળો

BHARUCH : ભરૂચ જીલ્લા (BHARUCH DISTRICT) માં ભક્તોની દશા સુધાનાર દશામાંને ડીજેના સથવારે પધરામણી કરાઈ હતી જેમાં અંકલેશ્વર પંથકમાં પોલીસે વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવતા દશામાં ની શોભાયાત્રા પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળા બાદ પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરતા મામલો થાળે પડયો હતો.પરંતુ પોલીસના આવા વિઘ્ન સામે ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Advertisement

એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકમાં ગતરોજ દશામાં ની યાત્રાળો ડીજેના સથવારે ભક્તોએ પધરામણી કરાવી હતી.પરંતુ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા દશામાં ની શોભાયાત્રા માં ત્રણ રસ્તા સર્કલ પાસે શોભાયાત્રામાં વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવી ડીજે સિસ્ટમને ડિટેન કરતા શોભાયાત્રા માં રહેલા ભક્તોમાં ભારે હોબાળો થવા સાથે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માતાજીની પ્રતિમા લઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરવી પડી હતી અને માતાજીની ભક્તિમાં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે ભક્તોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

Advertisement

ભક્તોમાં નારાજગી જોવા મળી

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દશામાં ની શોભાયાત્રા માં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી હતી.સાથે પોલીસ મથક ઉપર બે કલાક સુધી ભક્તોએ હોબાળો મચાવતા અને ધાર્મિક કાર્યક્રમ માં પોલીસના વિઘ્ન સામે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.મોડી રાત સુધી ભક્તોનો હોબાળો પોલીસ મથક ઉપર રહ્યો હતો.

Advertisement

જીલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર દશામાંની સ્થાપના

ભરૂચ જીલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને આ દિવસથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ થતા ભક્તોએ માતાજીની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરી દશ દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ દશ દિવસ બાદ દશામાંનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે.

અગિયારમા દિવસે વિસર્જન

ભરૂચ સહીત ગુજરાતભર માં દશામાંના વ્રતનો મહિમા વધી રહ્યો છે.સાથે અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થનાર હોય જેને લઈ અંતિમ પૂર્વ સંધ્યાકાળે ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલ ની છોડો વચ્ચે પોતાના ઘરે માતાજીને વાજતે ગાજતે લઈ જતા જોવા મળ્યા હતા.સાથે બીજા દિવસે રવિવારે અષાઢ વદ અમાસની સવારે દશામાં નું વ્રત કરતા ભક્તો પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાંની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને દશ દિવસ દશા માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ દશ દિવસ બાદ અગિયારમા દિવસે સૂર્યોદય થતા પહેલા દશા માતાજીની નદીમાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવનાર છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : DJ ના તિવ્ર અવાજમાં બાલ્કનીનો ભાગ તુટી પડ્યો

Tags :
Advertisement

.