Ankleshwar : નગરપાલિકાનાં ડબ્બામાંથી 20 ઢોર રાતોરાત ગાયબ, કોઈ છોડાવી ગયું કે ચોરી ગયું ?
- અંકલેશ્વર (Ankleshwar) નગરપાલિકાનાં ડબ્બામાંથી 20 ઢોર રાતોરાત ગુમ થયા
- નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કરતા તપાસ શરૂ
- રખડતા ઢોરો વિરુદ્ધ પાલિકાએ કાર્યવાહી કરી ડબ્બે પૂર્યાં હતા
ભરૂચ (Bharuch) જિલ્લામાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોનાં કારણે વાહનચાલકોનાં જીવને જોખમ ઊભા થતાં હોવાની ફરિયાદો વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા (Ankleshwar Municipal) દ્વારા રખડતા 20 ઢોરોને પાંજરે પુરવામાં આવ્યા હતા. જો કે, રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ઢોરોને છોડવી ગયા હોય અથવા તો ચોરી કરી ગયા હોય તેવી જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad Civil Hospital : 161 મું અંગદાન, ભારે હૃદયથી પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગોનું દાન કર્યું
અંકલેશ્વર નગરપાલિકાનાં ડબ્બામાંથી ઢોરો ગુમ થતાં ચકચાર
અંકલેશ્વર નગરપાલિકાનાં (Ankleshwar Municipal) લેટરપેડ પર પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધિત એક ફરિયાદ આપવામાં આવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોરોને પાંજરે પુરવામાં આવ્યા બાદ મોદીનગર ડ્રેનેજ પંપિંગ સ્ટેશનની બાજુમાં ઈંટોનાં ભઠ્ઠાની સામે રખડતા ઢોરોને ડબ્બામાં પૂરીને મૂકવામાં આવ્યા હતા. આ જગ્યા અંકલેશ્વર નગરપાલિકાની જ છે, જેમાં 20 ઢોરો એટલે કે પશુઓ પુરવામાં આવ્યા હતા અને ગત તારીખ 19 ઓગસ્ટ 2024 નાં રોજ નગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિડ ને જાણ થઈ હતી કે નગરપાલિકાએ ડબ્બામાં પૂરેલા પશુઓ ગુમ થઈ ગયા છે.
આ પણ વાંચો - Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું
પશુપાલકોએ અધિકારીઓ સાથે મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો
પશુ માલિકો છોડવી ગયા છે કે પશુઓની ચોરી થઈ ગઈ છે તેવા સવાલો ઊભા થતા ગેટને મારેલું તાળું પણ નકૂચા સાથે તૂટેલું હોવાનાં કારણે નગરપાલિકાએ પકડેલા પશુઓ કોણ ચોરી ગયું છે ? તેવા સવાલો વચ્ચે હાલ તો પશુની ચોરી થઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ પથકમાં અંકલેશ્વર નગરપાલિકાએ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર નગરપાલિકા જ્યારે જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવા ગઈ ત્યારે કેટલાક પશુપાલકોએ પાલિકાનાં અધિકારીઓ સાથે દાદાગીરી અને મારામારી કરીને ધમકી આપી હોવાનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. અંકલેશ્વર નગરપાલિકાનાં ડબ્બામાંથી આખરે 20 જેટલાં પશુઓ કોણ ચોરી ગયું ? તે પોલીસ (Ankleshwar Police) માટે તપાસનો વિષય બની ગયો છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Gandhinagar : દારૂબંધી-નશાબંધી સુધારા વિધેયક મુદ્દે BJP-Congress ના આ નેતાઓ આમને-સામને!