ધાર્મિક નગરી Ujjain ફરી એકવાર કલંકિત થયું, સરાજાહેર યુવતી સાથે થયું દુષ્કર્મ
- ધાર્મિક નગરી ઉજ્જૈનમાં શર્મજનક ઘટના
- ઉજ્જૈનમાં મહિલા સાથે સરાજાહેર દુષ્કર્મ
- કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
- દુષ્કર્મની ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો થયા ગુસ્સે
Ujjain News : ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં બુધવાર સાંજની એક શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Sociel Media) પર વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં એક યુવક એક મહિલાની સાથે અશ્લીલ હરકતો કરતો દેખાયો હતો. આ વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ લોકો ચોંકી ગયા હતા. આ ઘટના બાદ સવાલ ઉભા થયા છે કે કોઇ શખ્સ ધાર્મિક નગરી ઉજ્જૈન (Ujjain) માં આવું સરાજાહેર કરવાની હિંમત કેવી રીતે કરી શકે? આ ઘટનાના વાઇરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઉજ્જૈનમાં દુષ્કર્મની ઘટનાએ હડકંપ મચાવ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઉજ્જૈન (Ujjain) ની આ ઘટના બુધવારે સાંજે બની હતી. આરોપીએ યુવતીને લગ્નનું વચન આપીને દારૂ પીવડાવ્યો હતો અને પછી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. સમગ્ર ઘટના પર પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી તેને દારૂની દુકાન પાસે મળ્યો હતો અને લગ્નની લાલચ આપીને તેને દૂર લઈ ગયો હતો. ત્યારબાદ તેણે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ધમકી આપીને ત્યાથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે કોતવાલીના CSP ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાનું મેડિકલ તપાસ કરાવવામાં આવી રહ્યું છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના CM ના હોમ ટાઉનની
આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ આ ઘટનાને ગંભીર ગણાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, "ધાર્મિક નગરી ઉજ્જૈન (Ujjain) ફરી એકવાર કલંકિત થઈ ગયું છે. આ વખતે પણ કાયદો અને વ્યવસ્થાના કપાળ પર કાળો નિશાન લગાવવામાં આવ્યો છે. જો મુખ્યમંત્રીના હોમ ટાઉનની આ હાલત છે, તો બાકીના રાજ્યની શું હાલત હશે તેને સરળતાથી સમજી શકાય છે. દલિત અને આદિવાસી મહિલાઓ પર સતત થતા અત્યાચારો પણ અનુભવી શકાય છે."
આ પણ વાંચો: બ્રિજભૂષણ શરણ સિંહે યૌન ઉત્પીડનના આરોપો પર પોતાનું મૌન તોડ્યું, કોંગ્રેસ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ