Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દબાણ મુદ્દે રાજકીય આગેવાનો અને પાલિકા વચ્ચે ઘમાસાણ

દબાણ દૂર કરવા જતા નાગરિકોએ રોષ પ્રગટ કર્યો છેલ્લા બે વર્ષથી બસની પૂરતી સેવા મળતી નથી રાજકીય દબાણ કરી કામમાં રોક લગાવવામાં આવી હતી Banaskantha Demolition : રાજ્યમાં ગેરકાયદેસર રીતે અનેક જાહેર માર્ગ પર દુકાનો અને લારી-ગલ્લા ઉભા કરવામાં...
દબાણ મુદ્દે રાજકીય આગેવાનો અને પાલિકા વચ્ચે ઘમાસાણ
  • દબાણ દૂર કરવા જતા નાગરિકોએ રોષ પ્રગટ કર્યો

  • છેલ્લા બે વર્ષથી બસની પૂરતી સેવા મળતી નથી

  • રાજકીય દબાણ કરી કામમાં રોક લગાવવામાં આવી હતી

Banaskantha Demolition : રાજ્યમાં ગેરકાયદેસર રીતે અનેક જાહેર માર્ગ પર દુકાનો અને લારી-ગલ્લા ઉભા કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા ગેરકાનૂની દબાણો વિરુદ્ધા કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ અમુક સંજોગોમાં આવા દબાણો વિરુદ્ધ કાર્યવાહી કરવા જતા પોલીસ અને પાલિકાની કામગીરીમાં નાગરિકો અવરોધ પેદા કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠામાં બની હતી.

Advertisement

દબાણ દૂર કરવા જતા નાગરિકોએ રોષ પ્રગટ કર્યો

આ ઘટના બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં બની હતી. તાજેતરમાં ધાનેરા પાલિકા સ્થાનિક શોપિંગ સેન્ટરની નજીક આવેલા દબાણો દૂરની કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ પહેલા પાલિકએ અનેકવાર આ ગેરકાયદેસર દબાણોને નોટિસ પાઠવી હતી. તે ઉપરાંત તેમને અન્ય રીતે પણ સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી. તેમ છતાં જ્યારે પાલિક અને પોલીસ દબાણો દૂર કરવા ગયા હતાં. ત્યારે નાગરિકોએ દખલગીરી કરીને કર્મચારીઓને પાછા મોકલ્યા હતાં.

આ પણ વાંચો: બળાત્કારીઓને છેલ્લા શ્વાસ સુધી સજા અપાવવા અમે પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી

Advertisement

છેલ્લા બે વર્ષથી બસની પૂરતી સેવા મળતી નથી

ત્યારે આ મામલે ધાનેરા તાલુકાના બળદેવજી બારોટે જણાવ્યું હતું કે, પાલિકાએ સૌ પ્રથમ પાલિકાના એન્જિનિયરની મદદથી તેના સગા-સંબંધીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા દબાણો દૂર કરવા જોઈએ. ધાનેરા તાલુકામાં અમુક સ્થળો પર આજે પણ બસોની સુવિધા મળતી નથી. તેના કારણે બાળકો શાળાએ હેમખેમ રીતે પહોંચે છે. તે ઉપરાંત ધાનેરાના મુખ્ય માર્ગો પર છેલ્લા બે વર્ષથી બસની પૂરતી સેવા મળતી નથી. તે ઉપરાંત મુખ્ય માર્ગો પર કલાકો સુધીના ટ્રાફિક જામ થાય છે. ત્યારે પાલિક પોતાની કેમ ફરજ નિભાવતી નથી.

Advertisement

રાજકીય દબાણ કરી કામમાં રોક લગાવવામાં આવી હતી

બળદેવજી બારોટે વધુમાં જણાવ્યું કે, અમે લોકો માટે આવજ ઉઠાવતા રહીશું. નાગિરો માટે એક નહીં, 1800 આરોપો માથે લેવા માટે તૈયાર છીએ. કારણ કે... આ નગરપાલિક માસૂમ નાગરિકોને દુઃખી કરી રહી છે. અમે લોકો માટે કામ કરી રહ્યા છીએ. અમારા પર ફરિયાદ થશે, અમે જેલમાં જઈશું. પણ અમે કામ તો કરીશું. જોકે નગરપાલિકના કામમાં રાજકીય દબાણ કરી કામમાં રોક લગાવવામાં આવી હતી. તેમાં મુખ્ય રીતે બળદેવજી બારોટ કાર્યરત હતાં. તેમની સાથે અન્ય નાગરિકો પણ આ કામમાં જોડાયા હતાં. બીજી તરફ પાલિકાના કર્મચારીઓ આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે.

આ પણ વાંચો: B J Medical College ના રેસિડન્ટ તબીબો ફરી હડતાળ પર, સરકારને આપ્યું અલ્ટીમેટમ...

Tags :
Advertisement

.