Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ નાગરિક બેંકના શેરનું જસદણમાં ફ્રી માં વિતરણની જાહેરાત તદ્દન ગેરવાજબી : યતિશ દેસાઈ

ગોંડલ નાગરિક સહકારી બેંક (Gondal Nagrik Sahakari Bank) ના ડિરેક્ટર યતિષભાઈ દેસાઈ (Yatishbhai Desai) એ જિલ્લા રજિસ્ટ્રાર (district registrar) ને પત્ર લખી ફરિયાદ કરી હતી કે આ વર્ષમાં બેંકની સામાન્ય ચૂંટણી (general election) આવી રહેલી છે. ત્યારે હમણા જ મારા...
ગોંડલ નાગરિક બેંકના શેરનું જસદણમાં ફ્રી માં વિતરણની જાહેરાત તદ્દન ગેરવાજબી   યતિશ દેસાઈ

ગોંડલ નાગરિક સહકારી બેંક (Gondal Nagrik Sahakari Bank) ના ડિરેક્ટર યતિષભાઈ દેસાઈ (Yatishbhai Desai) એ જિલ્લા રજિસ્ટ્રાર (district registrar) ને પત્ર લખી ફરિયાદ કરી હતી કે આ વર્ષમાં બેંકની સામાન્ય ચૂંટણી (general election) આવી રહેલી છે. ત્યારે હમણા જ મારા ધ્યાનમાં આવેલી છે કે, જસદણ (Jasdan) ના જુમ્મા મસ્જીદ કોમ્પલેક્ષમાં આવેલા વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક જાહેરાત આપવામાં આવેલ છે, જેમાં ગોડલ નાગરરિક બેંકના શેરનું તદન ફ્રીમાં વિતરણ કરવાનું ચાલુ છે. તેવી જાહેરાત વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટ (Wellcome Charitable Trust) દ્વારા આપેલ છે જેની નકલ (Fake) પણ આ સાથે રજુ કરી છે.

Advertisement

જેના ભાગરૂપે જસદણ શહેરના જ એક જ કોમના મોટી સંખ્યાના સભાસદો આ મહિનામાં બનેલ છે. જે તમામના શેર સભાસદ બનવાના ફોર્મના અનુક્રમ નંબર પણ લાઈનમાં છે. ત્યારે આ સંજોગોમાં ગોંડલ (Gondal) શહેર અને તાલુકાના લોકો બેંકના સભાસદ બનવા માટે 50,000/- રૂ. ડિપોઝીટ મુકે ત્યારે માત્ર એક શેર મળતો હોય તો જસદણની આ સંસ્થાને આટલી મોટી સંખ્યામાં શેર સભાસદ બનવા માટે અરજીનું આખુ પેડ કે જે જનરલ મેનેજરના જ કબ્જામાં હોય તેનો મીસયુઝ કરી આ ફોર્મ આ સંસ્થાને કઈ સત્તાનીરૂએ આપેલા છે ? તેની તપાસ કરવી તથા આ સંસ્થા કેવી રીતે બેંકની જાણ કે સંમતિ વિના જાહેરમાં આ ફોર્મનું મફતમાં વિતરણ કરી રહી છે. આ સંજોગોમાં આપ તાત્કાલીક અસરથી તપાસ કરો અને ગેરકાયદેસર રીતે બનાવેલા આ સભાસદોને મતદાર યાદીમાં ઉમેરો ન કરવા અને આ સભાસદ ફોર્મના આખા પેડ ગેરકાયદેસર રીતે ગુનાહિત પ્રવૃતિના ભાગરૂપે આપેલ હોય બેંકના જનરલ મેનેજર અને ચેરમેન સામે ફોજરદારી રાહે પગલા ભરી યોગ્ય તપાસ કરવા અંતમાં માંગ કરી હતી.

ચેરમેન અશોકભાઈ પીપડીયાએ કહ્યું કે, ગોંડલ નાગરિક સહકારી બેંક (Gondal Nagrik Sahakari Bank) દ્વારા કોઈપણને નિશુલ્ક સભાસદ બનાવવામાં આવ્યા નથી. બેંકના ધારા ધોરણ પ્રમાણે ચાર્જ ભરીને સભાસદ ફોર્મ આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ ડિપોઝિટ કરી હોય તો તેને ફોર્મ મળે છે તે તેના સગાવાલા કે મિત્રને રૂપિયા થકી કે નિશુલ્ક આપે તો તેની જવાબદારી બેંકની હોતી નથી. વાસ્તવમાં બેંકનું ફોર્મ નિશુલ્ક કોઈપણને મળતું નથી અને કોઈપણને શંકા હોય તો તે માહિતી માંગી શકે છે તપાસ કરાવી શકે છે. વેલકમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રફીકભાઈ રાવાણીએ કહ્યું કે, અમને તો અહીંની ગોંડલ નાગરિક સહકારી બેંક (Gondal Nagrik Sahakari Bank) માંથી કોઇએ એકસાથે વધુ ડિપોઝિટ ભરી હોય તો તેમના તરફથી સભાસદ બનાવવા માટેના ફોર્મ માત્ર મળ્યા હતા, જે અમે 250 થી 300 લોકોને આપ્યા છે અને તેમણે ભરી દીધા કે કેમ તેની અમને કશી જાણ નથી. અમે તો માત્ર ફોર્મ વિતરણ કર્યું છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ગોંડલ તાલુકાનો “નારી શક્તિ વંદના” કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને યોજાયો

Advertisement

આ પણ વાંચો - રાજ્ય સરકારની સુદ્ઢ કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત; ગોંડલના જામવાડી ગામે ૧ હેક્ટરમાં નિર્માણ પામેલ “વન કવચ”

આ પણ વાંચો - GONDAL : મોરુકાના યુવાને ગોંડલ ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી, પ્રેમ સંબધ કારણભૂત

Tags :
Advertisement

.