Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આદિપુરુષ બોક્સ ઓફિસ પર ડાચકા ખાવા લાગી, જાણો 10 દિવસની કમાણી

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી હતી. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, દેવદત્ત નાગે અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષે પહેલા જ દિવસે વૈશ્વિક 100 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મને નેગેટિવ વર્ડ...
500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આદિપુરુષ બોક્સ ઓફિસ પર ડાચકા ખાવા લાગી  જાણો 10 દિવસની કમાણી
Advertisement

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી હતી. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, દેવદત્ત નાગે અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષે પહેલા જ દિવસે વૈશ્વિક 100 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મને નેગેટિવ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી મળી અને ધીરે ધીરે ફિલ્મનું કલેક્શન ઘટવા લાગ્યું. વીકએન્ડ પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર નરમ પડવા લાગી. ચાલો અમે તમને જણાવીએ કે ફિલ્મે 10 દિવસમાં કેટલી કમાણી કરી છે.

વર્લ્ડવાઇડ કલેક્શન

Advertisement

આદિપુરુષના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 140 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કુલ કમાણી વધીને 240 કરોડ રૂપિયા પર પહોંચી અને ત્રીજા દિવસે આ આંકડો 340 કરોડ રૂપિયા પર પહોંચી ગયો . જ્યારે ચોથા દિવસે આ કમાણી 375 કરોડ રૂપિયા પર પહોંચી,પાંચમા દિવસે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 395 કરોડ રૂપિયા થઈ ગયું છે. ચોથા દિવસ બાદથીજ ફિલ્મ ખૂબ જ ધીમી પડી ગઇ, 10મા દિવસમાં આ ફિલ્મે વૈશ્વિક 450 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.

Advertisement

ફિલ્મના સંવાદો બદલવામાં આવ્યા હતા.

ફિલ્મને લઈને દર્શકોમાં જે ઉત્તેજના હતી તે ઠંડી પડી ચૂકી છે, અને એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. આદિપુરુષના વિવાદાસ્પદ સંવાદો અને દેખાવને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ ઉઠી. ફિલ્મને દર્શકોના નકારાત્મક પ્રતિભાવની અસર પણ કલેક્શન પર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઘણા વિરોધ બાદ ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પણ બદલવામાં આવ્યા છે, પરંતુ આ પછી પણ ફિલ્મને લઈને કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.

Tags :
Advertisement

.

×