Adani-Sebi Dispute : કોંગ્રેસે કરી દેશવ્યાપી વિરોધની જાહેરાત
- હિંડનબર્ગ રિપોર્ટ: સેબી ચેરપર્સનની ભૂમિકા પર સવાલ
- અદાણી-સેબી કનેક્શન: કોંગ્રેસની સંસદીય તપાસની માંગ
- કૌભાંડનો આરોપ: અદાણી અને સેબી વચ્ચે ગાઢ સંબંધો?
Adani-Sebi Dispute : હિંડનબર્ગ રિપોર્ટ અને સેબી ચેરપર્સન વચ્ચેના જોડાણના આરોપોએ દેશમાં રાજકીય તોફાન સર્જ્યું છે. અદાણી ગ્રૂપ વિરુદ્ધ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો અને સેબીના ચેરપર્સન માધબી બુચ સાથેના સંબંધોના દાવાઓએ દેશના રાજકારણમાં નવો ઘમાસાણ સર્જ્યું છે. આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સક્રિય થઈને સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
અદાણી ગ્રૂપ અને સેબી વચ્ચે ગાઢ સંબંધો : કોંગ્રેસ
કોંગ્રેસે મંગળવારે 22 ઓગસ્ટે આ મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, હિંડનબર્ગનો ખુલાસો દેશના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડોમાંનું એક છે. તેમણે આરોપ લગાવ્યો કે અદાણી ગ્રૂપ અને સેબી વચ્ચે ગાઢ સંબંધો છે અને સેબીએ અદાણી ગ્રૂપને ખોટી રીતે લાભ આપ્યા છે.
કોંગ્રેસની મુખ્ય માંગો
કોંગ્રેસ માંગ કરે છે કે અદાણી મેગા કૌભાંડની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા કરવામાં આવે.
કોંગ્રેસનું માનવું છે કે માધબી બુચે સેબી ચેરપર્સન તરીકેના પદેથી રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસ માંગ કરે છે કે નાણાકીય બજારમાં થયેલી ગેરરીતિઓની પણ તપાસ થવી જોઈએ.
- સેબી અને અદાણી: કૌભાંડનો આરોપ, કોંગ્રેસની માંગ
- હિંડનબર્ગનો ધડાકો: સેબીની ભૂમિકા પર સવાલ
- અદાણી મેગા કૌભાંડ: કોંગ્રેસ માંગે છે JPC તપાસ
- સેબી ચેરપર્સન માધબી બુચ વિરુદ્ધ ગંભીર આરોપો#AdaniGroup #HindenburgResearch #JPC #SEBI #CongressParty #MadhabiPuriBuch #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 13, 2024
હિંડનબર્ગ રિપોર્ટના મુખ્ય આરોપો
હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં હિંડનબર્ગે દાવો કર્યો છે કે અદાણી જૂથ સાથે સંકળાયેલા હિતોના સંઘર્ષ અને નાણાકીય અનિયમિતતાના કિસ્સાઓ સામે આવ્યા છે. હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિએ અદાણી મની સિફનિંગ કૌભાંડમાં સંડોવાયેલી સંદિગ્ધ ઑફશોર એન્ટિટીમાં હિસ્સો રાખ્યો હતો. યુએસ સ્થિત શોર્ટ સેલરે તેના આરોપોને સમર્થન આપવા માટે આ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે.
સેબીનું નિવેદન
સેબીએ હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમણે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. સેબીએ દાવો કર્યો છે કે તેણે અદાણી ગ્રૂપની તપાસ કરી છે અને તેના પર કોઈ ગેરરીતિ શોધી શકાઈ નથી. એક સંયુક્ત નિવેદનમાં, બુચે કોઈપણ તથ્યલક્ષી આધાર વિના દાવાઓને "પાયાવિહોણા આરોપો અને પ્રહારો" તરીકે ફગાવી દીધા.
આ પણ વાંચો: Hindenburg નો ખેલ : પહેલા ખુલાસો પછી શૉર્ટ સેલિંગથી મુનાફો