Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hindenburg એ કર્યો ઘટસ્ફોટ, સેબી ચેરમેન અને ગૌતમ અદાણી વચ્ચે...

Hindenburg એ ચિંતાના વંટોળ તૈયાર કર્યા આ ખાતામાં કુલ 10 મિલિયન ડોલર હતાં શેરમાં લગભગ $86 બિલિયનનો ઘટાડો થયો હતો Hindenburg Report: અમેરિકાની શોર્ટ સેલર ફર્મ Hindenburg ફરી એકવાર ભારતમાં રાજકિય અને ધંધાકિય ક્ષેત્રે ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે....
hindenburg એ કર્યો ઘટસ્ફોટ  સેબી ચેરમેન અને ગૌતમ અદાણી વચ્ચે
  • Hindenburg એ ચિંતાના વંટોળ તૈયાર કર્યા

  • આ ખાતામાં કુલ 10 મિલિયન ડોલર હતાં

  • શેરમાં લગભગ $86 બિલિયનનો ઘટાડો થયો હતો

Hindenburg Report: અમેરિકાની શોર્ટ સેલર ફર્મ Hindenburg ફરી એકવાર ભારતમાં રાજકિય અને ધંધાકિય ક્ષેત્રે ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. તાજેતરમાં Hindenburg એ ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત માટે અમે કંઈક નવું લાવી રહ્યા છીએ. ત્યારે આ નિવેદન આધારિત Hindenburg એ રિપોર્ટ જાહેર કર્યો છે.

Advertisement

Hindenburg એ ચિંતાના વંટોળ તૈયાર કર્યા

ત્યારે Hindenburg એ ખુલાસો કર્યો છે કે, Whistleblower દસ્તાવેજોથી માલૂમ પડ્યું છે કે, SEBI ચેરમેનની Adani Company મની સાઈફનિંગ કૌભાંડમાં સત્તાવાર રીતે જવાબદાર છે. જોકે Hindenburg એ આ પહેલા પણ Adani Group ને લઈને અનેક ખુલાસાઓ વૈશ્વિક સ્તરે કર્યા છે. ત્યારે ફરી એકવાર Adani Company માટે Hindenburg એ ચિંતાના વંટોળ તૈયાર કર્યા છે. તેથી નવા અહેવાલમાં Hindenburg એ Adani Company સાથે SEBI ને આડે હાથ લેવામાં આવી છે.

આ ખાતામાં કુલ 10 મિલિયન ડોલર હતાં

Hindenburg રિસર્ચે આરોપ મૂક્યો છે કે whistleblower પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે SEBI ના ચેરમેન માધાબી પુરી બુચનો Adani Company મની સિફનિંગ કૌભાંડમાં ઉપયોગ કરાયેલી ઑફશોર એન્ટિટીમાં હિસ્સો હતો. માધવી બુચ અને તેના પતિએ 5 જૂન, 2015 ના રોજ સિંગાપુરના આઈપીઈ પ્લસ ફંડ 1 માં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. IIFL ના પ્રિંસિપાલે જાહેર કર્યું છે કે, આ ખાતામાં કુલ 10 મિલિયન ડોલર હતાં.

Advertisement

આ પણ વાંચો:Hindenburg : " ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.." 

Advertisement

હિન્ડેનબર્ગે આરોપ લગાવ્યો છે કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના Adani Company ના ડિરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રકારના ફંડમાં જોખમ હોવા છતાં, Adani Company દ્વારા કામ ચાલું રાખવામાં આવ્યું હતું. તેથી સમજી શકાય છે કે, તે સમજી શકાય છે કે સેબીના ચેરમેન માધબી પુરી બુચ અને Adani Company જૂથ વચ્ચે કંઈક જોડાણ છે.

શેરમાં લગભગ $86 બિલિયનનો ઘટાડો થયો હતો

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2023 માં હિંડનબર્ગ રિસર્ચે અબજોપતિ ગૌતમ અદાણી દ્વારા નિયંત્રિત Adani Company જૂથને નિશાન બનાવતા એક ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ પછી, Adani Group ના શેરમાં લગભગ $86 બિલિયનનો ઘટાડો થયો હતો. શેરના ભાવમાં આ જંગી ઘટાડા બાદ જૂથના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત સેબીએ હિંડનબર્ગને પણ નોટિસ પાઠવી હતી.

આ પણ વાંચો: Ola Electric IPO Listing: રોકાણકારો થયા નિરાશ, જાણો કેટલા રૂપિયામાં થયું લિસ્ટિંગ?

Tags :
Advertisement

.