હિંડનબર્ગ રિપોર્ટે અડધી કરી દીધી અદાણીની સંપતિ, સૌથી ધનિક લોકોની યાદીમાં સરક્યા 25મા સ્થાને
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ લગભગ અડધી થઈ ગઈ છે. જેના કારણે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં વધુને વધુ નીચે સરકી રહ્યા છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર સતત નબળા પડી રહ્યા છેભારતીય ધનકુબેર ગૌતમ અદાણીએ જેટલી ઝડપથી સફળતાના શિખર સર કર્યા, તેટàª
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ લગભગ અડધી થઈ ગઈ છે. જેના કારણે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં વધુને વધુ નીચે સરકી રહ્યા છે.
અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર સતત નબળા પડી રહ્યા છે
ભારતીય ધનકુબેર ગૌતમ અદાણીએ જેટલી ઝડપથી સફળતાના શિખર સર કર્યા, તેટલી જ ઝડપથી તેઓ નીચે પણ પડ્યા. એક અમેરિકન રિસર્ચ ફર્મ અને શોટ શેલિંગ કંપનીના અહેવાલે અદાણીના આર્થિક સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ગયા જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિપોર્ટ બાદથી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સુનામી આવી છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર સતત નબળા પડી રહ્યા છે. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ પહેલા વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા નંબરે રહેલા ગૌતમ અદાણી હવે વિશ્વના ટોચના 20 સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. 20 હજાર કરોડનો FPO પાછો ખેંચી લીધા પછી પણ અદાણીની મુસીબતો અટકી રહી નથી.
વિરોધ પક્ષો અદાણી ગ્રૂપ સામેના આરોપોની ઉચ્ચસ્તરીય તપાસની માગણી કરી રહ્યા છે
વિરોધ પક્ષોનો હોબાળો, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી-ભારતમાં વિરોધ પક્ષો અદાણી ગ્રૂપ સામેના આરોપોની ઉચ્ચસ્તરીય તપાસની માગણી સાથે સંસદથી લઈને શેરીઓ સુધી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં દેશની સર્વોચ્ચ અદાલતે અદાણી ગ્રૂપ પર લાગેલા આરોપોની તપાસ માટે કમિટી બનાવવાનો નિર્ણય આપ્યો છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હવે અદાણીને વધુ એક ઝટકો લાગ્યો છે. અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી નીચે સરકી ગયા છે.
27 દિવસમાં અદાણીની સંપત્તિ લગભગ અડધી થઈ
સોમવારે વિશ્વના સૌથી ધનિકોની યાદી જાહેર કરનાર બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી 25મા સ્થાને સરકી ગયા હતા. અદાણી 24 જાન્યુઆરીએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ છેલ્લા 27 દિવસમાં હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણીની સંપત્તિ લગભગ અડધી થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી હાલમાં $49.1 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 25મા સૌથી ધનિક વ્યક્તિ છે.
મુકેશ અંબાણી $83.6 બિલિયનની સંપત્તિ સાથે 11માં નંબર પર છે
રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં અદાણીની સંપત્તિમાં લગભગ ત્રણ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ગયા મંગળવારે, અદાણીની કુલ સંપત્તિ $52.4 બિલિયન હતી. જે હવે ઘટીને $49.1 બિલિયન થઈ ગઇ છે. હવે મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. હાલમાં મુકેશ અંબાણી $83.6 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વમાં 11મા ક્રમે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement