Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેર બજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ

બુધવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયુ હતું. બપોરે મુંબઇ સ્ટોક એકસચેન્જનો સેન્સેકસ 1223.24 પોઇન્ટ ના ઉછાળા સાથે 54,647.33ના સ્તર પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 331.9 પોઇન્ટના ઉછાળા સાથે 16345.35ના સ્તર પર બંધ થયો હતો. સતત બીજા દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સવારે બજાર ઉછાળા સાથે ખુલ્યુ હતુંરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતના શેર બજાર પર પડી હતી અને સેન્સેક્સ અ
શેર બજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ
બુધવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયુ હતું. બપોરે મુંબઇ સ્ટોક એકસચેન્જનો સેન્સેકસ 1223.24 પોઇન્ટ ના ઉછાળા સાથે 54,647.33ના સ્તર પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 331.9 પોઇન્ટના ઉછાળા સાથે 16345.35ના સ્તર પર બંધ થયો હતો. સતત બીજા દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. 

સવારે બજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતના શેર બજાર પર પડી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી સતત તૂટી રહ્યા હતા ત્યારે આજે બુધવારે શેર બજારે મજબૂત શરૂઆત કરી છે. સેન્સેક્સ 165.47 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 53,589.56ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 42.70 અંક 0.27 ટકાની મજબૂતી સાથે 16053.05ના સ્તર પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.
યસ બેંકના શેરની ટાર્ગેટ કિંમત 10 રૂપિયા 
યસ બેંકના  આ એવો શેર હતો જેણે રોકાણકારોને મોટા સપના દેખાડ્યા અને પછી જે થયું તે બધાની સામે છે. જો તમે પણ યસ બેંકના શેરમાં પૈસાનું રોકાણ કરીને ફસાઈ ગયા છો, તો આ સમાચાર તમારા માટે ખુબજ મહત્વના છે. બ્રોકરેજ ફર્મ એમ્કે ગ્લોબલે યસ બેંકની ટાર્ગેટ કિંમત રૂપિયા 10 નક્કી કરી છે. યસ બેન્કના શેર મંગળવારે 0.79% વધીને રૂ. 12.75 પર બંધ થયા. યસ બેન્કની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી અને હવે તેનું માર્કેટ કેપ રૂ. 31819.73 કરોડ છે. યસ બેન્કની ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 5664.33 કરોડની એકીકૃત આવક હતી. આ એક ક્વાર્ટર પહેલા કરતાં 3.68% વધુ છે.
Advertisement
Tags :
Advertisement

.