Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા : પહેલીવાર રથ યાત્રાનું 3D Mapping..

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. ભગવાનની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. અમદાવાદ શહેર પોલીસે પણ ભગવાનની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વખતે રથયાત્રાના રૂટનું થ્રી ડી મેપિંગ તૈયાર...
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા   પહેલીવાર રથ યાત્રાનું 3d mapping
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. ભગવાનની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. અમદાવાદ શહેર પોલીસે પણ ભગવાનની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વખતે રથયાત્રાના રૂટનું થ્રી ડી મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
આ વખતે રથયાત્રાના રુટનું થ્રી ડી મેપિંગ કરવામાં આવ્યું
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પોલીસ દ્વારા કરાયેલી તૈયારીઓની સમિક્ષા કરી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીએ પત્રકારોને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતે રથયાત્રાના રુટનું થ્રી ડી મેપિંગ કરવામાં આવ્યું છે અને સમગ્ર રૂટ પર પોલીસ બાજ નજર રાખશે. તેમણે કહ્યું કે અડધો કિલોમિટર સુધીનું ડિટેઇલીંગ વિઝ્યુલાઇઝ થઇ શકે તે રીતે આ મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. થ્રી ડી મેપિંગ દ્વારા જે તે રુટ પર ક્યા પોલીસ અધિકારી સુપરવિઝન કરી રહ્યા છે તેની માહિતી પણ ઉપલબ્ધ થશે.
થ્રી ડી મેપિંગનો ઉપયોગ કરનારી ગુજરાતની પોલીસ પહેલી
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે  કયા રૂટ ઉપર કયા પોલીસ અધિકારી ફરજ છે તથા દરેક જગ્યાના સ્વાગત પોઇન્ટ,  વૉચ ટાવર જેવી દરેક ઉપયોગી માહિતી સાથે થ્રિડી મેપ તૈયાર કરવામાં આવ્યો છે.  સમગ્ર ભારતમાં થ્રી ડી મેપિંગનો ઉપયોગ કરનારી ગુજરાતની પોલીસ પહેલી છે.  આવતીકાલે રથયાત્રાના રૂટ ઉપર કંરટ પરિસ્થિતિ શું છે તેનો તાગ પોલીસ મેળવી શકશે.  દરેક સ્થળ ઉપર 360 એન્ગલના દ્રશ્યો 3D મેપિંગથી જોઈ શકાશે
26 હજાર પોલીસ કર્મીએ રહેશે ખડેપગે
ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે  રથ ગયા વર્ષની સરખામણીએ  કઈ જગ્યાએ કેટલો સમય વધુ રોકાયા તે પણ જાણી શકાશે. દેશની મોટામાં મોટી યાત્રાઓ પૈકી એક યાત્રા અમદાવાદની રથયાત્રા છે અને ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળે છે.  અમદાવાદ શહેર પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફ મળીને 26 હજાર પોલીસ કર્મીઓ ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે તૈયાર છે અને પોલીસની કામગિરીને આખરી ઓપ અપાઇ રહ્યો છે અને આ માટે હું પોલીસને અભિનંદન પાઠવું છું.
ટેકનોલોજીનો ઉપયોગ 
તેમણે એમ પણ કહ્યું કે  આ વર્ષે સ્ટાફનો તો ઉપયોગ કરવામાં આવ્યો જ છે પણ તેની સાથે ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુ પોલીસની જરૂર ક્યાં છે,  ક્યાં ટ્રાફિક સરળ રાખવાની જરૂર છે ? ગત વર્ષની સરખામણીએ રથયાત્રા ક્યા સમયે કેટલી લેટ પહોંચી ?  ટ્રાફિક પણ જમા ન થાય તે માટે આ ટેક્નોલોજી તૈયાર કરી ડિટેઇલ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે  અમદાવાદ પોલીસ અને અનંત યુનિવર્સીટીને હું અભિનંદન પાઠવું છું.  આ રથયાત્રામાં 101 ટેબ્લો, 30 અખાડા, ભજનમંડળ ભાગ લઇ રહ્યા છે અને  આ વર્ષે વધુમાં વધુ CCTV કેમેરાનો ઉપયોગ કર્યો છે. AMC અને પોલીસના શહેરમાં લાગેલા કેમેરા કરતા પણ વધુ કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે
Advertisement
Tags :
Advertisement

.