Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા

આજે કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા. જેઠ સુદ પૂનમના પર્વ પર ભારે હર્ષોલ્લાસ સાથે 108 કળશમાં જળ લઈ ભગવાન પર કરવામાં આવ્યું જળાભિષેક. ત્યારે જળયાત્રામાં જોવા મળી રથયાત્રાની ઝલક.  કોરોનાકાળ બાદ 2 વર્ષથી ખૂબ સાદાઈથી યોજાતી જળયાત્રા આ વર્ષે ધામધૂમથી નીકળી હતી. ભગવાન જગન્નાથની જળયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે. ભકતોની હાજરી સાથે ગ
કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા
આજે કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા. જેઠ સુદ પૂનમના પર્વ પર ભારે હર્ષોલ્લાસ સાથે 108 કળશમાં જળ લઈ ભગવાન પર કરવામાં આવ્યું જળાભિષેક. ત્યારે જળયાત્રામાં જોવા મળી રથયાત્રાની ઝલક. 
 
કોરોનાકાળ બાદ 2 વર્ષથી ખૂબ સાદાઈથી યોજાતી જળયાત્રા આ વર્ષે ધામધૂમથી નીકળી હતી. ભગવાન જગન્નાથની જળયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે. ભકતોની હાજરી સાથે ગજરાજ, ભજનમંડળીઓ અને અખાડા સાથે ધામધૂમથી જળયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય થયું હતું. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં 108 કળશ અને ધ્વજ-પતાકા સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા હતા.
વહેલી સવારે જગન્નાથ મંદિરથી નીકળેલી જળયાત્રા ભૂદરના આરે પહોંચી હતી અને 108 કળશનું પૂજન કરાયુ હતું. સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું. નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું. ત્યારબાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. મંદિરમાં જળયાત્રા પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુરમાં 15 દિવસ માટે રહેશે. કોરોનાકાળ બાદ આ વર્ષે ભકતો સાથે રથયાત્રા નીકળવાની છે, તેવામાં તંત્ર પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થાય તેની તૈયારીમાં લાગી ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.