Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Emergency : બાંગ્લાદેશથી ભાગેલા હસીનાને ભારતે કઇ રીતે બચાવ્યા..?

શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવા માટે માત્ર 45 મિનિટનો સમય મળ્યો હતો ભારતની સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે તુરંત જ યોજના બનાવી ભારતીય વાયુસેનાના રડાર્સે બાંગ્લાદેશના એરસ્પેસ પર નજર રાખી વિમાનને સુરક્ષા આપવા માટે તરત જ બે ફાઈટર...
12:05 PM Aug 06, 2024 IST | Vipul Pandya
Sheikh Hasina left Bangladesh pc google

Emergency : સોમવારે જ્યારે બાંગ્લાદેશમાં પરિસ્થિતી વણસી ગઇ અને સેનાએ શેખ હસીનાને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું ત્યારે શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવા માટે માત્ર 45 મિનિટનો સમય મળ્યો હતો. તેઓ એરફોર્સના વિમાનમાં ભારત આવ્યા હતા. ભારતને માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ઈમરજન્સી (Emergency)ને પહોંચી વળવા માટે તુરંત જ યોજના બનાવી હતી. ભારતીય વાયુસેનાના રડાર્સે બાંગ્લાદેશના એરસ્પેસ પર નજર રાખવાનું શરૂ કર્યું અને 5 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ તેમણે એક નીચા સ્તરનું ઉડતું વિમાન ભારત તરફ આવતું જોયું. તેને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે ત્યાં સુધીમાં એરફોર્સ અધિકારીઓને ખબર પડી ગઈ હતી કે અંદર કોણ છે.

બે ફાઈટર રાફેલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તે વિમાનને સુરક્ષા આપવા માટે તરત જ બે ફાઈટર રાફેલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા. આ બંને રાફેલ જેટ્સે પશ્ચિમ બંગાળના હાશિમારા એર બેઝના 101 સ્ક્વોડ્રન પરથી ઉડાન ભરી હતી અને આવનારા એરક્રાફ્ટને સુરક્ષા આપવાનું કામ કર્યું હતું. અહીં જમીન પર સુરક્ષા એજન્સીઓ આવનારી ફ્લાઈટના રૂટ પર સતત નજર રાખી રહી હતી. ભારતીય વાયુસેના અને આર્મી ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને જનરલ ઉપેન્દ્ર ચૌધરી સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા હતા.

આ પણ વાંચો-----Plane : ...આજે અચાનક શેખ હસીનાનું વિમાન કઇ તરફ ઉડ્યું....?

ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠક પણ યોજાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. ગુપ્તચર એજન્સીઓના વડાઓ, આર્મી ચીફ જનરલ દ્વિવેદી અને ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ચીફ લેફ્ટનન્ટ જનરલ જોન્સન ફિલિપ મેથ્યુ તેમાં સામેલ હતા.

શેખ હસીનાને મળ્યા બાદ ડોભાલ વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા

તે પછી શેખ હસીનાનું જેટ સાંજે લગભગ પોણા છ વાગ્યે હિંડન એર બેઝ પહોંચ્યું. ત્યાં તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઝ કમાન્ડરે તેમનું સ્વાગત કર્યું. જે બાદ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળ્યા હતા. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. તે દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે ચર્ચા થઈ હતી. શેખ હસીનાને મળ્યા બાદ ડોભાલ વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.

શેખ હસીનાએ સેફ હાઉસમાં રાત વિતાવી

જે બાદ શેખ હસીનાએ હિંડન એર બેઝના સેફ હાઉસમાં રાત વિતાવી હતી. તેમની સુરક્ષા માટે એર સર્વિસના ગરુડ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીય એરબેઝના મુખ્ય દ્વારથી અંદર સુધી દરેક જગ્યાએ વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેફ હાઉસમાં કોઈને જવાની પરવાનગી નથી. ભવિષ્યની સ્થિતિ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આજે પણ શેખ હસીના ભારતીય એર બેઝના સેફ હાઉસમાં જ પોતાની બહેન સાથે સમય વિતાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના મંગળવારે સવારે જે પ્લેન દ્વારા આવ્યા હતા. તે વિમાન બાંગ્લાદેશ પરત ફર્યું હતું.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દેશભરમાં ફેલાઈ ગયા બાદ ઢાકામાં પણ દેખાવકારોએ તોડફોડ કરી

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દેશભરમાં ફેલાઈ ગયા બાદ ઢાકામાં પણ દેખાવકારોએ તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો. આ પછી સેનાએ ચાર્જ સંભાળ્યો અને શેખ હસીનાને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું. આ પછી તે 5 ઓગસ્ટે બપોરે 2.30 વાગ્યાની આસપાસ દેશ છોડી ગયા હતા. વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ હિંસક બની ગયું હતું. પ્રદર્શનકારીઓએ પીએમ આવાસમાં ઘૂસીને ભારે તોડફોડ અને લૂંટફાટ કરી હતી.

આ પણ વાંચો----Breaking : બાંગ્લાદેશમાં હિન્દુઓના મકાન અને મંદિર સળગાવાયા

Tags :
BangladeshBangladesh NewsBangladesh ProtestBangladeshi InfiltratorsBangladeshViolenceBSFEmergencyIndiaIndian BordersInternationalIslamic Terrorist OrganizationJailJamaat-ul-Mujahideen BangladeshMujibur RahmanNobel laureate Mohammad Yunusolitical crisis in BangladeshPlaneReservation Movementsecurity forcesSheikh Hasina GovernmentSheikhHasinaterroristsViolence in Bangladesh
Next Article