Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘાટીમાં આતંકવાદીઓ સક્રિય, કાશ્મીરી પંડિતની કરી જાહેરમાં હત્યા

કાશ્મીરમાં એકવાર ફરી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ફરી એકવાર આતંકીઓએ ઘાટીમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામાની છે. મળતી માહિતી મુજબ અહીં જમ્મુ અને કાશ્મીર બેંક અચન પાસે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. આ ફાયરિંગમાં સંજય શર્માનું મોત થયું છે. હુમલા બાદ સંજય શર્માને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવà
ઘાટીમાં આતંકવાદીઓ સક્રિય  કાશ્મીરી પંડિતની કરી જાહેરમાં હત્યા
કાશ્મીરમાં એકવાર ફરી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ફરી એકવાર આતંકીઓએ ઘાટીમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામાની છે. મળતી માહિતી મુજબ અહીં જમ્મુ અને કાશ્મીર બેંક અચન પાસે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. આ ફાયરિંગમાં સંજય શર્માનું મોત થયું છે. હુમલા બાદ સંજય શર્માને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. 
કાશ્મીરી પંડતિની જાહેરમાં હત્યા, સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અચનમાં રવિવારે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિત બેંક સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ આજે ​​સવારે અચનના રહેવાસી કાશીનાથ પંડિતના પુત્ર સંજય પંડિત પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યા તેમનું અવસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું કે તે વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. માહિતી મળતા જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. 
Advertisement

આ સંગઠને લીધી હુમલાની જવાબદારી
સંજય શર્માના પરિવારની હાલત હાલમાં ખૂબ જ દયનીય છે. અત્યારે કોઈ સંબંધી બોલવાની સ્થિતિમાં નથી. લોકો સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ સુરાગ નથી મળ્યો. આ દરમિયાન સોશિયલ મીડિયા સાઇટ્સ પર વાયરલ થયેલા આ હુમલાની જવાબદારી જાણીતા આતંકવાદી સંગઠન 'યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ'એ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે, ત્યારથી આતંકવાદીઓ ડરપોક થઈ ગયા છે અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવા લાગ્યા છે. ટાર્ગેટ કિલિંગની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. સાથે જ સેના પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે. આ સમયગાળા દરમિયાન આતંકવાદી સંગઠનોના ઘણા મોટા અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અગાઉ, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે કલમ 370 નાબૂદ થયા પછી જુલાઈ 2022 સુધીમાં 5 કાશ્મીરી પંડિતો અને 16 અન્ય હિન્દુઓ અને શીખો સહિત 118 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. ઘાટીમાં સંજય શર્માને જાહેરમાં ગોળી મારી ફરાર થનારા આતંકીઓને સુરક્ષોદળ કેટલા સમયમાં પકડે છે તે હવે જોવું રહ્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.