Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈડન ગાર્ડન્સમાં વિરાટ કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો, જુઓ Video

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની 37 મી મેચમાં કોહલી અને જાડેજાનું વિરાટ તોફાન જોવા મળ્યું હતું. જેમા દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ મેદાનમાં પોતાના ફોર્મને શોધતા જોવા મળ્યા હતા. પહેલા બેટિંગ કરતા કોહલીએ વિરાટ ઇનિંગ રમી...
09:18 PM Nov 05, 2023 IST | Hardik Shah

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની 37 મી મેચમાં કોહલી અને જાડેજાનું વિરાટ તોફાન જોવા મળ્યું હતું. જેમા દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ મેદાનમાં પોતાના ફોર્મને શોધતા જોવા મળ્યા હતા. પહેલા બેટિંગ કરતા કોહલીએ વિરાટ ઇનિંગ રમી દક્ષિણ આફ્રિકાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. બાકી જે કમી રહી તેને રવિન્દ્ર જાડેજાએ પૂરી કરી હતી. જીહા, મેચમાં જડ્ડુએ 5 વિકેટ ઝડપી દક્ષિણ આફ્રિકાની કમર તોડી દીધી હતી.

વિરાટે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને સમગ્ર દેશને ભેટ આપી

આજે વિરાટ કોહલી પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે પોતાના જન્મદિવસના અવસર પર વિરાટે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને સમગ્ર દેશને ભેટ આપી છે. જણાવી દઈએ કે ભારતે આ મેચ 243 રનના મોટા અંતરથી જીતી લીધી છે. આ પહેલા ભારતે બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 83 રન પર જ સિમિત રહી હતી.

વિરાટ કોહલી મેદાનમાં ડાન્સ કરતો જોવા મળ્યો

વિરાટ કોહલી ઘણીવાર મેદાન પર કંઇક ને કંઇક કરતો જોવા મળે છે, પરંતુ આજે તેના જન્મદિવસના અવસર પર જ્યારે તે મેદાન પર આવ્યો ત્યારે તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. બીજી ઈનિંગની 5મી ઓવર પછી જ્યારે ફિલ્મ જવાનનું ગીત ચલેયા.. ગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યું ત્યારે વિરાટ પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં. આ દરમિયાન વિરાટે તે ગીત પર કેટલાક ડાન્સ સ્ટેપ્સ પણ કર્યા હતા. આ પછી લોકોએ જોર જોરથી અવાજ કરવાનું શરૂ કર્યું અને વિરાટ કોહલીને ચીયર કર્યો. જણાવી દઈએ કે આજે વિરાટે દક્ષિણ આફ્રિકા સામે 121 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો અજેય રહેવાનો સિલસિલો ચાલુ છે. ભારત સતત આઠ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને હવે એ પણ નક્કી છે કે ભારત ટોપ પર રહેશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાને તેની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ ટીમ પણ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ આ હાર દક્ષિણ આફ્રિકાના મનોબળ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.

આ પણ વાંચો - ઈડન ગાર્ડન્સમાં આવી ટીમ ઈન્ડિયાની સુનામી, દક્ષિણ આફ્રિકા 83 રને All Out

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Eden GardensICCICC ODI World CupICC ODI World Cup 2023IND vs SAODI World CupODI World Cup 2023Team IndiaVirat KohliWorld Cupworld cup 2023
Next Article