Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Worldcup 2023 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી

કાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વકપનો આરંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ વખતે કોઇ પણ જ પ્રકારની ઓપનિંગ સેરેમની આઇ.સી.સી દ્વારા રાખવામાં આવી ન હતી, જો કે બુધવારે સાંજે સ્ટેડિયમ પર કેપ્ટન્સ ડેનું આયોજન...
worldcup 2023   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી

કાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વકપનો આરંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ વખતે કોઇ પણ જ પ્રકારની ઓપનિંગ સેરેમની આઇ.સી.સી દ્વારા રાખવામાં આવી ન હતી, જો કે બુધવારે સાંજે સ્ટેડિયમ પર કેપ્ટન્સ ડેનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેપ્ટન્સ ડે પર વિશ્વકપમાં ભાગ લેનાર 10 ટીમના 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી હતી, પાકિસ્તાન અને ભારતની મેચમાં હમેશા દર્શકોનો પારો સાતમે આસમને રહે છે. જો કે કેપ્ટન્સ ડે પર પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમને ભારતના કપ્તાન રોહિત શર્મા ગ્રીડ કરતા જોવા મળ્યા હતાં.

Advertisement

તમામ મેચોમાં સ્ટેડિયમ ભરાયેલા રહેશે

Advertisement

આ ઈવેન્ટમાં રવિ શાસ્ત્રી અને ઈયોન મોર્ગને તમામ કેપ્ટનો સાથે તેમની વર્લ્ડકપની તૈયારીઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ તમામ ટીમોના કેપ્ટનોને પણ સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું, 'અહીં બેઠેલા તમામ કેપ્ટન પોતાના દેશ માટે કંઈક હાંસલ કરવા ઈચ્છે છે. વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાનું દરેકનું સપનું હોય છે. હું એક વાત કહેવા માંગુ છું કે, ભારતના લોકો ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે. ભારતમાં તમામ ટીમોને ઘણો પ્રેમ મળશે અને દરેક મેચમાં સ્ટેડિયમો ભરાયેલા રહેશે.

Advertisement

ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી ગર્વની વાત

રોહિત શર્માએ કહ્યું, 'વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી ગર્વની વાત છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. મેચ ભારતમાં હોય કે બાહાર પરંતું પ્રેસર બહુ જ હોય છે. આ વર્લ્ડકપ મુશ્કેલ હશે, પરંતુ અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે ખૂબ જ મહેનત કરી છે. યજમાન ટીમે છેલ્લા ત્રણ વર્લ્ડકપ જીત્યા છે, પરંતુ અમે આ ટૂર્નામેન્ટમાં એક સાથે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધીશું. વર્લ્ડકપમાં દરેક ટીમ પોતાની પૂરી તાકાત લગાવે છે. આપણે પણ એવું જ કરવાનું છે. આપણે આપણી રમતનું સ્તર ઊંચું રાખવું પડશે. પ્રથમ બે મેચ ખૂબ જ ખાસ હશે. આ બે મેચ રમતની દિશા નક્કી કરશે.

ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાન શરૂ કરશે

વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

આ પણ  વાંચો-શિખર ધવને મજાકિયા અંદાજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફિલ્ડિંગને ટ્રોલ કરી, કહ્યું – ‘પાકિસ્તાન અને ફિલ્ડિંગ નેવર એન્ડિંગ લવ સ્ટોરી’

Tags :
Advertisement

.