Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ODI World Cup 2023 : ભારતે પાકિસ્તાનને આપ્યો વધુ મોટો ઝટકો, PAK ટીમનો પ્લાન બરબાદ...!

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. 29 સપ્ટેમ્બરથી વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચો યોજાશે. ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ સહિત ઘણી ટીમો ટૂર્નામેન્ટમાં ફેવરિટ છે. આ સાથે જ ભારત...
icc odi world cup 2023   ભારતે પાકિસ્તાનને આપ્યો વધુ મોટો ઝટકો  pak ટીમનો પ્લાન બરબાદ
Advertisement

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. 29 સપ્ટેમ્બરથી વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચો યોજાશે. ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ સહિત ઘણી ટીમો ટૂર્નામેન્ટમાં ફેવરિટ છે. આ સાથે જ ભારત પાસે 2011 બાદ ફરી એકવાર ઘરઆંગણે ODI વર્લ્ડ કપ જીતવાની તક છે. જો કે ભારત આવનાર તમામ ટીમોના વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમને હજુ સુધી ભારત સરકાર તરફથી વિઝાની મંજૂરી મળી નથી. આ કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દુબઈ જઈને ખેલાડીઓ સાથે કેમ્પ કરવાનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન માટે આ મોટો ઝટકો છે.

મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની યોજના એવી હતી કે તેમના તમામ ખેલાડીઓ પ્રી-વર્લ્ડ કપ કેમ્પ માટે દુબઈ જશે. જ્યાંથી તેઓ બધા ભારતના હૈદરાબાદ જવા માટે ફ્લાઇટમાં સવાર થશે. આ માટે બાબર એન્ડ કંપની યુએઈ જવાના હતા અને ત્યાં થોડા દિવસ વિતાવીને ભારત આવવાના હતા. પરંતુ હવે આ યોજના બરબાદ થઈ ગઈ છે. વાસ્તવમાં, હજુ સુધી પાકિસ્તાન ટીમને ભારત આવવા માટેના વિઝાને લીલી ઝંડી આપવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સપ્તાહ પહેલા વિઝા માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.

Advertisement

હવે આ હશે પાકિસ્તાન ક્રિકેટ ટીમની યોજના

વિઝા મંજૂર ન થવાના કારણે પાકિસ્તાની ક્રિકેટ ટીમ લાહોરમાં રોકાશે અને 27 સપ્ટેમ્બરે દુબઈ જશે. જ્યાંથી તે 29 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ માટે હૈદરાબાદ (ભારત) આવશે. પાકિસ્તાની મેનેજમેન્ટનું માનવું છે કે ટીમને સમય મર્યાદામાં વિઝા મળી જશે.

Advertisement

માત્ર પાકિસ્તાનને વિઝા મળ્યા નથી

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. 9 વિદેશી ટીમોમાંથી માત્ર પાકિસ્તાનને હજુ સુધી વિઝા મળ્યા નથી. હવે પાકિસ્તાન ટીમના વિઝામાં વિલંબથી તેમની તૈયારી પર પણ અસર પડી શકે છે. છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા માટે જ વર્ષ 2016 માં ભારત આવી હતી. છેલ્લી વખત પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ભારત આવી હતી તે વર્ષ 2012-13 માં હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. વર્લ્ડ કપ 2023 માં પાકિસ્તાનની ન્યુઝીલેન્ડ સામે 29 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ મેચ છે, જ્યારે આ પછી 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પણ પ્રેક્ટિસ મેચ છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું નંબર 1

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

featured-img
રાષ્ટ્રીય

Delhi : પૂર્વાંચલ અપમાન મુદ્દે રાજકીય તણાવ, કેજરીવાલના ઘરની બહાર ભાજપનું પ્રદર્શન

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

featured-img
આંતરરાષ્ટ્રીય

US : California ના લોસ એન્જલસમાં કુદરતી આપત્તિ, 2 લાખ લોકો બેઘર, 7 નાં મૃત્યુ

featured-img
ગાંધીનગર

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

×

Live Tv

Trending News

.

×