Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vav By-Election : આજે મતદાન, ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા, કહી આ વાત

મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ (BJP), કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કિ કરશે.
vav by election   આજે મતદાન  ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા  કહી આ વાત
Advertisement
  1. વાવ પેટાચૂંટણી પર આજે મતદાન શરૂ થયું (Vav By-Election)
  2. કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમા ગામ પહોંચ્યા
  3. ઢીમા ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા

બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણી પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ (BJP), કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કિ કરશે. જો કે, વાવ બેઠક પર મતદાન (Vav By-Election) પ્રક્રિયા શરૂ થવાની સાથે કોંગ્રેસનાં (Congress) ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમા પહોંચ્યા હતા અને ધરણીધર ભગવાન મુછાળા દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો - ગોંડલના ધારાસભ્ય પરિવારે 4 હજાર જાનૈયા સાથે ઐતિહાસિક તુલસી વિવાહનું કર્યું આયોજન

Advertisement

Advertisement

કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમા ગામ પહોંચ્યા

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav By-Election) પર આજે મતદાન શરૂ થયું છે. વાવ બેઠક પર કુલ 321 મતદાન મથકો પર 3 લાખ 10 હજાર 775 મતદારો આજે મતદાન કરશે. જો કે, આ વચ્ચે કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput) વહેલી સવારે વાવ તાલુકાનાં ઢીમા ગામે પહોંચ્યા હતા. અહીં, તેમણે ધરણીધર ભગવાન મુછાળા દાદાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે ગુલાબસિંહ રાજપૂતે મતદાન વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. ગુલાબસિંહે કહ્યું કે, આજે મતદાન છે. મુછાળા દાદાના આશીર્વાદ લેવા આવ્યો છું. વધુ મતદારો મતદાન કરે એવી અપીલ છે.

આ પણ વાંચો - Khyati Hospital વિવાદ મામલે મહેસાણા આરોગ્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ!

ભાજપ, કોંગ્રેસ, અપક્ષનાં કુલ 10 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

જણવી દઈએ કે વાવ બેઠક પર પેટાચૂંટણીને (Vav By-Election) લઈ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવાર મેદાનમાં છે. પેટાચૂંટણીને લઈ 08 PI, 04 DYSP, 30 PSI સહિત 1500 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરનાં રોજ જાહેર કરાશે.

આ પણ વાંચો - Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ

Tags :
Advertisement

.

×