Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vav assembly By-Election Result: વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને કહ્યું કે...

vav assembly By-Election Result: ભાજપની વાવ બેઠક પર 2367 મતથી જીત થઈ છે. ભાજપની જીતને લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત લોકસભાની અધ્યક્ષે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.
vav assembly by election result  વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને કહ્યું કે
Advertisement
  1. વાવમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપની રોચક જીત
  2. ભાજપના સ્વરૂપજી ઠાકોર 2367 મતથી ચૂંટણી જીત્યા
  3. લોકસભા બેઠકમાં હારનો પેટાચૂંટણીમાં ભાજપે લીધો બદલો

vav assembly By-Election Result: બનાસકાંઠાઃ વાવ વિધાનસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને ભાજવ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત પોતાને નામ કરી છે. ભાજપની જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નોંધનીય છે કે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપની વાવ બેઠક પર 2367 મતથી જીત થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપની જીતને લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત લોકસભાની અધ્યક્ષે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી

Advertisement

જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર

વાવની પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપની 2367 મતથી જીત થઈ છે. નોંધનીય છે કે, જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ સાથે ખુશીમાં સમર્થકો અભિનંદન પાઠવવા પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરૂપજી ઠાકોરની અભિનંદન પાઠવ્યાં છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું, ‘વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન.’

આ પણ વાંચો: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા

કોંગ્રેસના ઘણા સમર્થકો હવે રહસ્યમય રીતે ચૂપ છે: હર્ષ સંઘવી

આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વાવ બેઠક પર ભાજપની જીતને લઈને કોંગ્રેસને આડેહાથે લીધું છે. તેમણે લખ્યું કે, ‘ગુજરાત વાવ બેઠકની પેટાચૂંટણી અંગે ટ્વિટર પર મને સવાલ કરતા કોંગ્રેસના ઘણા સમર્થકો હવે રહસ્યમય રીતે ચૂપ છે. વાવ બેઠકના પરિણામો જાહેર થયા બાદ તેમના પાછળના જવાબો હવામાં અદૃશ્ય થઈ ગયા છે! ધારો કે કેટલાક લોકો સત્યને સંભાળી શકતા નથી!’

મતગણતરીના રાઉન્ડ
ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ)સ્વરૂપજી ઠાકોર (ભાજપ)માવજી પટેલ (અપક્ષ)લીડ
1419039392119કોંગ્રેસ 251
2779574984800કોંગ્રેસ 270
3545836891710કોંગ્રેસ 1,173
416,67315,2667,110કોગ્રેસ 1,402
522,29819,6777,452કોગ્રેસ 2,621
629,679219727518કોંગ્રેસ 7,760
73707924609-કોંગ્રેસ 11,531
841610279199961કોંગ્રેસ 12752
941297315979961કોંગ્રેસ 13,292
10482533588611956કોંગ્રેસ 12,367
11517243895012156કોંગ્રેસ 12,774
1255,45142,67714,749કોંગ્રેસ 12,767
1360,36246,61714,749કોંગ્રેસ 13,938
1464,09349,62416,950કોંગ્રેસ 14,062
1567,46753,54518,583કોંગ્રેસ 13516
1671,02558,12118,992કોંગ્રેસ 12497
1774,01063,23919,392કોંગ્રેસ 10,404
1876,74568,20520,392કોંગ્રેસ 8,179
1978,98172,75420,645કોંગ્રેસ 5,810
2081,52977,39521,638કોંગ્રેસ 3,525
2183,68583,13521,638કોંગ્રેસ 3,526
22867058780426867ભાજપ 1099
23894029175527173ભાજપ 2353

નોંધનીય છે કે, વાવ બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપને ભવ્ય જીત મળી છે. પહેલાના 20 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર લીડમાં ચાલી રહ્યાં હતાં. પરંતુ 17મા રાઉન્ડ પછી તેમની લીડ ઘટવા લાગી હતી અને 22મા રાઉન્ડમાં 1099 મતથી ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડમાં આવી ગયા હતાં. અને 23મા રાઉન્ડને અંતે 2353 મતોથી ભવ્ય જીત મેળવી લીધી હતી

આ પણ વાંચો: Maharashtraમાં ચાલી ગયો 'બટેંગે તો કટેંગે' નો નારો

Tags :
Advertisement

Trending News

.

×