Vav By-Election : માવજી પટેલ અને ગેનીબેન ઠાકોરની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
- અપક્ષ ઉમેદવાર માવજી પટેલની Gujarat First સાથે વાતચીત (Vav By-Election)
- ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર પર હું ભારે પડીશ : માવજી પટેલ
- સાંસદ ગેનીબેન ઠાકોરની Gujarat First સાથે વાતચીત
- મતદારો પોતાનો અમુલ્ય અને પવિત્ર મત શાંતિમય રીતે આપે : ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી મતદાન મથકોની બહાર મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી છે. આ વચ્ચે ભાજપમાંથી (BJP) બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વરિષ્ઠ નેતા માવજી પટેલ (Mavji Patel) અને બીજી તરફ કોંગ્રેસ (Congress) સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી છે.
આ પણ વાંચો - Banaskantha : BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કરી ગૌ પૂજા, માતા-પિતાનાં આશીર્વાદ લીધા, જાણો શું કહ્યું ?
Banaskantha Vav By Election : BJP કેન્ડિડેટ વિશે આ શું બોલ્યા Mavji patel | Gujarat First#Gujarat #Banaskantha #Vav #Election2024 #BJP #Congress #SwarupjiThakor #GulabsinhRajput #MavjiPatel #GujaratFirst pic.twitter.com/SEz6lefrX6
— Gujarat First (@GujaratFirst) November 13, 2024
ભાજપ અને કોંગ્રેસનાં યંગ ઉમેદવારોને 73 વર્ષનો હું ભારે પડીશ : માવજી પટેલ
વાવ વિધાનસભા બેઠક (Vav By-Election) પર પેટાચૂંટણીને લઈ આજે મતદાન વચ્ચે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે Gujarat First સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર પર હું ભારે પડીશ. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસનાં યંગ ઉમેદવારોને 73 વર્ષનો હું ભારે પડીશ. આ વિસ્તારનાં મતદારોએ રાજકારણમાં હંમેશાં વડીલોને મહત્ત્વ આપ્યું છે, જેથી મારી જીત થશે. વર્ષ 2022 માં બંને યંગ ઉમેદવારોને જાકારો આપ્યો છે, તેનું પરિણામ લોકો સામે છે. આ સાથે માવજી પટેલે મનનો બળાપો કાઢતા કહ્યું હતું કે, અપક્ષ ચૂંટણી લડતા દેવાદાર બની જવાય છે, આ સહેલું નથી.
આ પણ વાંચો - Vav By-Election : આજે મતદાન, ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા, કહી આ વાત
Banaskantha Vav By Election : Vavની ચુંટણીના દિવસે જ Genibenનો મોટો ધડાકો | Gujarat First#Gujarat #Banaskantha #Vav #genibenthakor #Election2024 #BJP #Congress #SwarupjiThakor #GulabsinhRajput #MavjiPatel #GujaratFirst @GenibenThakor pic.twitter.com/uDItn5k6Ec
— Gujarat First (@GujaratFirst) November 13, 2024
સાંસદ ગેનીબેન ઠાકોરની Gujarat First સાથે વાતચીત
બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે, મતદારો પોતાનો અમુલ્ય અને પવિત્ર મત શાંતિમય રીતે આપે. અસાણા ગામ ખાતે EVM મશીન ખોરવાતા અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) કહ્યું કે, જલદી ટેક્નિકલ ખામી દૂર કરીને મતદારોને કોઈ મુશ્કેલી ના થાય તે માટેની મારી અપીલ છે. જણાવી દઈએ કે, અસાણા ગામ ખાતે EVM મશીન ખોરવાતા સાંસદ ગેનીબેન ઠાકોર મુલાકાત લીધી હતી. ભાભરનાં અબાસણા ગામે સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. ત્યારે મતદાનને લઈ ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Khyati Hospital : આરોગ્ય મંત્રીને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવ્યો પડ્યો! ગુજરાત આવી કહી આ વાત!