વાવમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સિલ
- વાવમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 67.13% મતદાન નોંધાયું
- EVM ને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં મૂકયા
- વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે
Vav Assembly Election 2024 : આજરોજ બનાસકાંઠાના વાવમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વહેલી સવારથી સાજે 5 કલાક સુધી મતદાનનું કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત આ વખતે વાવમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 67.13% મતદાન નોંધાયું હતું. તો આ વખતે ભાજપે વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને અને કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે આ બંને ઉમેદવારો વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા.
EVM ને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં મૂકયા
ત્યારે વાવમાં મતદાન પૂર્ણ થયું છે. અને EVM મશીનને સિલ કરવામાં આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિતના ઉમેદવારોનું ભાવિ EVM માં સિલ થયું છે. અને EVM ને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં મૂકવામાં આવ્યા. તો 29 નવેમ્બરના રોજ વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવશે. તો આ વખતે વાવ વિધાનસભાના મતદારોએ ઉત્સાભેર વોટિંગ કર્યું હતું. ત્યારે આગામી 23 નવેમ્બરે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો: મીઠાખળીમાં પૂરપાટે આવતી કારે બે બાઈક સવારને લીધો અડફેટે, 1 નું મોત
વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે
હવે જોવાનું એ રહ્યું કે મતગણતરીના દિવસે વાવની સીટ કોંગ્રેસ જાળવી રાખે છે કે પછી ભાજપ આ સીટ આંચકી લેવામાં સફળ થાય છે કે પછી અપક્ષ કોઈ કમાલ કરી જાય છે. ખાસ વાત છે કે, 2022 માં વાવ બેઠક પર 75.02% મતદાન થયું હતું. વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારોએ EVM માં સીલ કર્યું છે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થયું હતું. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે રહ્યા હતા. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ સામેલ હતા.
આ પણ વાંચો: બે સંતાનોના વિધર્મી પિતાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી....