Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દેશ માટે વર્લ્ડ કપ લાવનાર ક્રિકેટ ટીમના દિગ્ગજ પંડ્યા બંધુના માતાનું અનોખું સેવાકાર્ય

VADODARA : એક સમયે આપણા પરિવારમાં ગૌ માતા માટે પહેલું ભોજન કાઢવામાં આવતું હતું. પરંતુ હવે સમય જતા તે વિસરાઇ રહ્યું છે - નીરવ ઠક્કર
vadodara   દેશ માટે વર્લ્ડ કપ લાવનાર ક્રિકેટ ટીમના દિગ્ગજ પંડ્યા બંધુના માતાનું અનોખું સેવાકાર્ય
Advertisement

VADODARA : દેશ માટે વર્લ્ડ કપ લાવનાર ભારતીય ક્રિકેટ (WORLD CUP FOR INDIA) ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા (CRICKETER HARDIK PANDYA) અને કૃણાલ પંડ્યા (KRUNAL PANDYA) ના માતા નલિનીબેન હિમાંશુભાઇ પંડ઼્યા દ્વારા ગૌ સેવાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA FOUNDATION) સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતી 700 જેટલી ગૌ માતા તથા નંદીજીને ક્યારીમાં 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 5 હજાર રોટલીનું જમણ પીરસ્યું છે. આ તકે નીરવ ઠક્કરે જણાવ્યું કે, અમે લોકોને ગૌ સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં આજે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા જોડાયા છે. જે અમારી માટે ગર્વની વાત છે. સીઝનમાં આ બીજી વખત ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2 હજાર કિલોથી વધુનો કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. પંડ્યા પરિવારના સભ્યોએ ઓનલાઇન સેવાકાર્ય નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો.

Advertisement

એક સમયે આપણા પરિવારમાં ગૌ માતા માટે પહેલું ભોજન કાઢવામાં આવતું હતું

નીરવ ઠક્કર જણાવે છે કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન વિતેલા સાડા ચાર વર્ષોથી નિસહાય વૃદ્ધોને નિયમીત ભોજને સેવા આપે છે. સાથે જ વિતેલા દોઢ વર્ષથી પાંજરાપોળમાં આશરો લેતા ગૌ માતા અને નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, રોટલી, પૌષ્ટિક આહાર, લીલું ઘાસ, ઔષધિય લાડું અને ગોળની ભોજનસેવા પણ આપી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને ગૌ સેવા સાથે જોડવાનો છે. એક સમયે આપણા પરિવારમાં ગૌ માતા માટે પહેલું ભોજન કાઢવામાં આવતું હતું. પરંતુ હવે સમય જતા તે વિસરાઇ રહ્યું છે. જે થતું રોકવાનો અમારો આ પ્રયાસ છે.

Advertisement

ગુજરાતી પરિવારોમાં જમતા સમયે થાળીમાં રસ-રોટલીનું સ્થાન હોવું સ્વભાવિક છે

નીરવ ઠક્કરે ઉમેર્યું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વિતેલા ત્રણ વર્ષથી ઉનાળામાં નિયમીત રીતે સિઝનમાં તાજો, ઠંડો કેરીનો રસ ગૌ માતા અને નંદીજી મહારાજ માટે ક્યારીમાં ફૂલ ભરી દેવામાં આવે છે. સીઝનમાં આ બીજી વખત ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2 હજાર કિલોથી વધુને કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. આ વખતે બીજી વખતના કેરીના રસ અને રોટલીના કાર્યક્રમમાં ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ઼્યાના માતા નલિનીબેન હિમાંશુભાઇ પંડ્યા જોડાયા છે. તેમણે અમારી સાથે મળીને 2,100 કિલો કેરીનો રસ અને 5 હજાર જેટલી રોટલી ક્યારીમાં પીરસી છે. અને અનોખી ગૌ સેવાનો લાભ લીધો છે. હાલના દિવસોમાં ગુજરાતી પરિવારોમાં જમતા સમયે થાળીમાં રસ-રોટલીનું સ્થાન હોવું સ્વભાવિક છે. તેવી જ રીતે નલિનીબેન પંડ઼્યાએ ગૌ માતા અને નંદીજી માટે રસ, રોટલી જમાડ્યા છે. સંસ્થા તેમના પ્રયાસોની હ્રદયના અંતકરણથી સરાહના કરે છે.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટનું 50 ટકા કાર્ય પૂર્ણ, ગૃહમંત્રીએ કરી સમીક્ષા

Tags :
Advertisement

Trending News

.

×