હાર્દિકને અદાણી-અંબાણી માટે કેમનો પ્રેમ થઈ ગયો એ નથી ખબર પડી રહી: જીગ્નેશ મેવાણી
હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસના તમામ પદમાંતી રાજીનામું આપ્યું તે પછી ઘણીવાર એવો સવાલ થયો કે તેમના મિત્ર કહેવાતા અને રાજ્યના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ અંગે શું વિચારી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા છે. હવે તેનો જવાબ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી રહ્યા છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રેસ કોન્ફરન્સમાં તેમના મિત્ર હાર્દિક પટેલ દ્વારા
Advertisement
હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસના તમામ પદમાંતી રાજીનામું આપ્યું તે પછી ઘણીવાર એવો સવાલ થયો કે તેમના મિત્ર કહેવાતા અને રાજ્યના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ અંગે શું વિચારી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા છે. હવે તેનો જવાબ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી રહ્યા છે.
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રેસ કોન્ફરન્સમાં તેમના મિત્ર હાર્દિક પટેલ દ્વારા રાજીનામું આપી જે રીતે કોંગ્રેસને અપમાનજનક શબ્દોથી ઘેરી તે અંગે પક્ષનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. MLA જીગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસે સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું, અને આ દેશને આઝાદી અપાવી. તમામ જ્ઞાતિ, ધર્મના સમૂદાયના લોકોનો સર્વાંગી અને સંપૂર્ણ એક સરખો વિકાસ થાય એવા આશ્રયથી જગતનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું. જેના નિર્માતા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર છે. આજે પાર્ટીએ પોતાની આ સૌને સાથી લઇને ચાલવાની અને ભારતને કલ્પનાને સાકાર કરવાની પોતાની ભાવનાને આગળ ધપાવવા ત્રણ દિવસની ઉદેપુરની શિબિરમાં સંકલ્પ કર્યો અને જાહેરાત કરી કે અંગ્રેજોની સામે જે નારો આપ્યો હતો, ભારત છોડો એમ આ વખતે નારો આપી રહ્યા છે ભારત જોડો. જે પ્રમાણે ભાજપ અને આરએસએસ પોતાના ષડયંત્રોના ભાગરૂપે સમાજને હિન્દુ-મુસલમાનમાં વહેચી દેશની એકતા અને અખંડિતતાને ખતમ કરવા માગે છે એની સામે કોંગ્રેસ પક્ષ મક્કમ નિર્ધાર સાથે ભારત જોડોના મિશનને લઇને આગળ વધી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું શિર્ષ નેતૃત્વ સોનિયાજી હોય, પ્રિયંકાજી હોય, રાહુલ ગાંધી હોય આ સૌએ ઉદેપુરમાં ચિંતન શિબિરમાં સાથે મળી બેરોજગારી અને મોંઘવારી જે દેશના પ્રાણ પ્રશ્નો બની ગયા છે તેમા કેવી રીતે કોંગ્રેસ પક્ષ ગુજરાત અને દેશની જનતાને ન્યાય અપાવે એના માટે સંકલ્પબદ્ધ બન્યા. આ પરિસ્થિતિ જોઇ કોંગ્રેસ પક્ષની આ દેશના બંધારણ માટેની કમિટમેન્ટને જોઇ ગુજરાત અને દેશના યુવાનો અને સામાન્ય જનતા માટેની કમિટમેન્ટ જોઇ હુ કોંગ્રેસ પક્ષમાં જોડાયો. એટલે બે-ચાર મિત્રો કોંગ્રેસ પાર્ટી છોડી એના પ્રમાણે જે રીતે માહોલ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે તેની વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ કરીને ડંકાની ચોટ પર કહુ છું કે, ગુજરાત સરકાર, કેન્દ્રની ભાજપ સરકાર અને આસામ સરકારના તમામ ષડયંત્રોને અને મારી પર થયેલા ખોટા કેસો છતા રાજ્યના યુવાનોને કહેવા માગુ છું કે, એક ઇંચ પણ હુ મારી પોઝીશનથી હટવાનો નથી. અને ડંકાની ચોટ ઉપર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે છું અને જે પણ મિત્રો છોડીને ગયા છે, તે ગમે તેવી વાત કરતા હોય ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કોંગ્રેસ પક્ષના તમામ મિત્રો સાથે મળીને જોડવાના છીએ.
હુ આ બાબતે સીધો આવું તો, ભાઈશ્રી હાર્દિક એક આંદોલનના સંઘર્ષના સાથી હતા, બીજા પણ એક-બે મિત્રો કે જેમણે કોંગ્રેસ પાર્ટી છોડી પણ કોંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારીક વાંધો રજૂ કરી શકો છો. તમે એવું કહો છો કે આ પાર્ટી ગુજરાત વિરોધી છે. 27 વર્ષમાં કોંગ્રેસની સરકાર નહીં હોવા છતા nsui અને યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, sc-st માઇનોરેટી ડિપાર્ટમેન્ટ તમામે તમામ કોંગ્રેસના ફ્રન્ટલ સેલ અને ડિપાર્ટમેન્ટનો એક એક સાથી જાનની બાઝી લગાવીને આ કોંગ્રેસ પક્ષને જીવતો રાખવા, બેઠો કરવા, ગુજરાતને આગળ લઇ જવા સતત કાળી મજૂરી કરી રહ્યો છે. ત્યારે તમને કોંગ્રેસ પક્ષ સામે વાંધો-વિરોધ થયો જે થઇ શકે એના કારણે તમે કોંગ્રેસ પક્ષને ગુજરાત વિરોધી, દેશ વિરોધી ચિતરાવાની વાત કરો. તમે રાજીનામું આપતી વખતે ચિકન-સેન્ડવિચને વચ્ચે ક્યા લાવો છો. આ કોઇ દલીલનો મુદ્દો હોઇ શકે. તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો, જે માણસે તમને પ્રેમ આપ્યો, જે માણસ તમારી એક્સેસ હતી, હુ કહુ છું કે બહુ મોટા લીડર્સને પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ઘણીવાર એક્સેસ નથી હોતી. મારી પણ નથી હોતી. હાર્દિક પટેલની ટોપની લીડરશીપ સાથે એક્સેસ હતી.
તમને 26-27 વર્ષની વયે પાર્ટીએ વર્કિગ પ્રેસમિડન્ટ બનાવ્યા. તમને પંપાળ્યા, તમને પ્રોમિનન્સ આપ્યું, તમને મહત્વ આપ્યું, તમને મોટા મોટા સ્ટેજ આપ્યા, તમને સ્ટાર કેમ્પેેનર બનાવ્યા, તમને હેલિકોપ્ટર અને ચોપર આપ્યા, ગુજરાત અને તે સિવાયના રાજ્યોમાં જ્યા ચૂંટણી હોય ત્યા તમને સ્ટાર પ્રચારક તરીકે હોવ, તમને આદર મળે, રીસ્પોન્સ મળે, આવકાર મળે આ બધુ છતા તમારી એકાદી માની-મોટી માગણી ન સંતોષાઇ અને એના કારણે ધારોકે તમારુ કોંગ્રેસ પક્ષમાં રહેવું મુશ્કિલ બન્યું હોય તો તમે પાર્ટીને પ્રેમથી છોડી શકો જેની એક શાલિનતા હોય એક ગરીમા હોય. MLA જીગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યું કે, આજે હું કહેવા માગુ છું કે, અલ્પેશ ઠાકોરે પણ પક્ષ છોડ્યો પણ તેમણે કોઇ ખરાબ ભાષાનો પ્રયોગ ન કર્યો. આજે તમે એવું બોલ્યા પાટીદાર સમાજને સરકાર મોટું મન રાખીને અનામત આપી ભાઇ સરકારે કોઇ મોટું મન નતી રાખ્યું. પાટીદાર સમાજે પોતાના 14 યુવાનોને ગુમાવ્યા છે, પાટીદાર સમાજની બહેનો ઉપર તમે, તમારી પોલીસે લાકડીઓના ફટકા માર્યા છે. તમારી ઉપર 32 કેસ થયા છે, ખોટા કેસ કર્યા છે. તમારે કાળઝાળ ગરમીમાં રેલીઓ, ધરણા કરવા પડ્યા છે. એવું શું થયું કે તમે અત્યારે સરકારના વખાણ કરી રહ્યા છો? તમે પક્ષ છોડવા માગતા હતા વાંધો નહીં, પક્ષ છોડવાની તમારી આખી પ્રક્રિયા દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તમને અદાણી અને અંબાણી પ્રત્યે કેમ પ્રેમ થઇ ગયો તે મને સમજાતું નથી અને ગુજરાતને પણ સમજાતુ નથી.
આજે ગુજરાત અને દેશમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો તેની ચરમસીમાએ છે, દેશની સંપત્તિ અને સંસ્થાનની લૂંટ ચાલી રહી છે ત્યારે ગુજરાતનો યુવાન, દેશનો યુવાન તમને એક આશાની નજરે જોતો હતો. જે પ્રમાણે ભાજપ અને આરએસએસની સામે અમે એક લાઇન ખેંચી હતી ત્યારે તેના કારણે ધર્મનિસ્પેક્ષતામાં માનતા, સમાનતામાં માનતા, બંધારણમાં માનતા લોકોની તમે આશા બનેલા, અને કનૈયા કુમારની સાથે મારી સાથે એનએસયુઆઇ, કોંગ્રેસ સાથે જે ભાજપ સામે લડતા હતા એના માટેની તમે જે અંદરખાને સહાનુભૂતી બતાવી રહ્યા છો, તે દેખાડે છે કે તમે વૈચારિક દ્વષ્ટિએ કોમ્પ્રોમાઇઝ થઇ રહ્યા છો. બીજુ તમારી અપેક્ષા કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ, ગુજરાતનું અને દેશ અંગે તમારી સાથે ડાયલોગ કરે તમારે પોતાને પુછવાની જરૂર છે. છેલ્લા ઘણા સમયથી એવી અટકળો થઇ રહી હતી કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે, તેમનો ભાજપ સાથે ડાયલોગ થયો, હાર્દિકભાઇ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કરશે, હાર્દિક ભાજપમાં જઇ શકે છે, ત્યાકે જો તમે તમારી આઇડીયોલોજી અને વિચારધાર પર કટિબદ્ધ હોવ તો તાકત છે કે તમારું નામ કોઇ ભાજપ સાથે જોડી શકે. હુ જીગ્નેશ મેવાણી પડકાર ફેકું છું કોઇની તાકત છે કે કોઇ મારું નામ ભાજપ સાથે જોડી શકે.
બંધારણના મૂલ્યો તે તમારી ધમની અને શીરામાં વહેતા હોવા જોઇએ. વિચારધારા એક ખૂન બરોબર હોય એ લોહીના ટીપા સમાન હોય તે તમારી રગોમાં વહેતી હોય કોઇ વસ્ત્ર નતી કે તેને તમે બદલી નાખો. 25-25 દિવસ સુધી તમારું નામ ભાજપ સાથે જોડાયેલું રહે અને એ વાતને તમે પાયાવિહોણી ન ગણાવો, હા મારા કોંગ્રેસમાં થોડા વાંધા છે વૈચારિક મતભેદો છે એમ કહીને તમે આ વાતને ખારીજ કરતા નથી તેનો અર્થ છે કે તમે આઈડિયોલોજીકલ ક્યાકને ક્યાક કોમ્પ્રોમાઇઝ થઇ ગયા છો. અમે સમજી શકીએ છીએ કે, એક વ્યક્તિગત રીતે હું અને કોંગ્રેસ પક્ષ પર 32-32 કેસો થયાના કારણે તમારી કોઇ મજબૂરી હોઇ શકે છે તે અમે સમજીએ છીએ પણ વચ્ચે તમે જ્યારે ચિકન-સેન્ડવિચને લાવો, તમે કોંગ્રેસ પાર્ટીને શીર્ષ નેતૃત્વને ટાર્ગેટ કરો છો, તેમની સામે વ્યક્તિગત આરોપ મુકો છો, આ પ્રકારની ઘેરા-ટિપ્પણી કરવી, આ પ્રકારની કોમેન્ટ્સ કરવી જ્યારે તમે આઈડીયોલોજીકલ કોમ્પ્રોમાઈઝ થઇ રહ્યા હોય ત્યારે તે શોભતું નથી. આજે કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતા સાથે હતો, છે અને રહેશે. અમે તમામ સાથે મળીને નવા ગુજરાતના નિર્માણ માટે લડવાના છીએ.