Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યુસ વેચનારા સૌરભે સની લિયોનને નચાવી, લગ્નમાં 200 કરોડ ખર્ચ્યા હતા..!

સટ્ટાબાજી એપ મહાદેવ ( Betting App Mahadev) દ્વારા લાખો લોકો સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સૌરભ ચંદ્રાકર(Saurabh Chandrakar) અત્યારે  ચર્ચામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અત્યાર સુધીમાં તેની 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું...
જ્યુસ વેચનારા સૌરભે સની લિયોનને નચાવી  લગ્નમાં 200 કરોડ ખર્ચ્યા હતા
સટ્ટાબાજી એપ મહાદેવ ( Betting App Mahadev) દ્વારા લાખો લોકો સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સૌરભ ચંદ્રાકર(Saurabh Chandrakar) અત્યારે  ચર્ચામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અત્યાર સુધીમાં તેની 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું છે કે તે પોતાના કાળા નાણાથી દુબઈમાં કેવી રીતે આનંદ માણી રહ્યો છે. સૌરભે પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેના લગ્નના ખર્ચની સરખામણી મુકેશ અંબાણી અને લક્ષ્મી નિવાસ મિત્તલ જેવા પરિવારોના લગ્નના બજેટ સાથે કરવામાં આવી રહી છે, જેઓ વિશ્વના સૌથી મોટા અબજોપતિઓમાં સામેલ છે.
સની લિયોન, ટાઈગર શ્રોફ, નેહા કક્કર જેવા બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરવા પહોંચ્યા
સૌરભ ચંદ્રકરે તેના લગ્નમાં પૈસા કેવી રીતે ખર્ચ્યા તેનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે તેણે નાગપુરથી દુબઈ જવા માટે તેના પરિવાર અને સંબંધીઓ માટે ખાનગી વિમાનો બુક કરાવ્યા હતા. એટલું જ નહીં તેના લગ્નમાં સની લિયોન, ટાઈગર શ્રોફ, નેહા કક્કર જેવા બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરવા પહોંચ્યા હતા. ED અનુસાર, સૌરભ ચંદ્રાકર અને તેના પાર્ટનર રવિ ઉપ્પલે મહાદેવ એપ દ્વારા સટ્ટાબાજીમાં હજારો કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં 5 હજાર કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે.
સૌરભ સટ્ટાબાજીનો શોખીન
સૌરભ અને ઉપ્પલ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી છે. કહેવાય છે કે સૌરભ એકદમ સામાન્ય પરિવારમાંથી છે. તે બહુ ભણેલો પણ નથી. તેમનું પ્રારંભિક જીવન સંઘર્ષોથી ભરેલું હતું. શરૂઆતમાં તે ભિલાઈમાં જ જ્યુસ વેચતો હતો. દુકાનનું નામ મહાદેવ જ્યુસ સેન્ટર હતું. જ્યુસની દુકાન ચલાવતા જ તેણે સટ્ટાબાજી શરૂ કરી દીધી અને કહેવાય છે કે તે જે પણ કમાયો તે સટ્ટાબાજીમાં ખર્ચી નાખતો. જોકે, મોટા ભાગના પ્રસંગોએ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
51થી વધુ સટ્ટાબાજીની વેબસાઇટ અને એપ્સ બનાવી
મહાદેવ એપના અન્ય પ્રમોટર અને સૌરભનો ભાગીદાર ઉપ્પલ એન્જિનિયર છે. ઉપ્પલે સટ્ટાબાજીમાં પૈસા પણ ગુમાવ્યા હતા. આ પછી બંને એકસાથે દુબઈ ગયા હતા. આ પછી તેણે બાર, કેસિનો અને સટ્ટાબાજીની દુનિયામાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે બંનેએ મળીને છેતરપિંડીનું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું. હજારો કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ચંદ્રકર અને તેના સહયોગીઓએ 51થી વધુ સટ્ટાબાજીની વેબસાઇટ અને એપ્સ બનાવી છે. તેઓ નાની રકમના રોકાણ પર જંગી નફો આપીને લોકોનો લોભ વધારતા હતા અને જ્યારે કોઈ મોટી રકમનું રોકાણ કરે ત્યારે તે હડપ કરી લેતા હતા.
સૌરભ આખો બિઝનેસ દુબઈમાં બેસીને ઓપરેટ કરતો
'મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લીકેશન' ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટ્સ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવાનું એક મહત્વનું સાધન છે. સૌરભ આખો બિઝનેસ દુબઈમાં બેસીને ઓપરેટ કરતો હતો. ધંધો ઘણો મોટો થતાં તેણે હવે ઘણા લોકોને ઉમેર્યા અને ફ્રેન્ચાઈઝી દ્વારા કામ કરવાનું શરૂ કર્યું. તે 70:30 પ્રોફિટ મોડલ પર કામ કરતો હતો. તે ભારતમાં મની લોન્ડરિંગ દ્વારા કમાયેલી આવક વિદેશમાં રોકાણ કરતો હતો. EDએ અત્યાર સુધીમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDએ તાજેતરમાં કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ એપીપી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે દરોડા પાડ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.