Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરના ઢોરવાડામાં ટપોટપ મરી રહી છે ગાયો, વિરોધ પક્ષ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલનગર વિસ્તારમાં આવેલ ઢોર વાડે એક જ માસમાં ૭૬ ગાયોના મોત થતા વિરોધ પક્ષ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. ધોમ ધખતા તાપ વચ્ચે એક હજાર ઉપરાંત ગાયો આકરા તાપ સામે જજુમતી જોવા મળી હતી. ચારાની વ્યવસ્થા...
જામનગરના ઢોરવાડામાં ટપોટપ મરી રહી છે ગાયો  વિરોધ પક્ષ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલનગર વિસ્તારમાં આવેલ ઢોર વાડે એક જ માસમાં ૭૬ ગાયોના મોત થતા વિરોધ પક્ષ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. ધોમ ધખતા તાપ વચ્ચે એક હજાર ઉપરાંત ગાયો આકરા તાપ સામે જજુમતી જોવા મળી હતી. ચારાની વ્યવસ્થા વગર અહી ગાયો રીતસર કણસતી જોવા મળી હતી. રજીસ્ટર તપાસતા વધુ કરુણતા સામે આવી હતી. જેમાં છેલ્લા ચાર માસમાં અહી ૨૩૩ ગાયોના મોત થયા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા ચારા અને પાણી તેમજ છાયડો ઉભો નહી કરવામાં આવતા આવી સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યા છે. સાથે સાથે ટકોર પણ કરી છે કે તડપી રહેલ ગાયોનાં નામે જેણે મત માગ્યા છે છે અને મળ્યા પણ છે તે નેતાઓ હવે અહી ડોકાય અને ગૌમાતાની દસા સામે કરુણા દાખવે તો જ ટપોટપ મરી રહેલ ગાયો બચી શકે.

Advertisement

Image preview

જામનગર મહાનગર પાલિકા દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્ય મંત્રીના હસ્તે સોનલનગર વિસ્તારમાં નવા ઢોરવાડા અને લંપી વાયરસના કહેર સામે આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરને પકડીને અહી પૂરવામાં આવે છે. અહી સરકાર દ્વારા ચોપડા પર પશુ આહાર, ચારો-પાણી, પશુ દવાખાનું અને છાયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ ધીરે ધીરે અહી લઇ આવવામાં આવેલ પશુઓના મોતનું પ્રમાણ વધવા લાગ્યું છે. છેલ્લા ચાર માસમાં અહી પુરવામાં આવેલ પશુઓ પૈકી ૨૩૩ ગાયોના મૃત્યુ થયા છે. આ આકડાઓ ઢોરવાડા પર ઉભા કરવામાં આવેલ પશુ સારવાર કેન્દ્ર પર નોંધાયેલ છે.

Advertisement

Image preview

સતત વધતા જતા ગાયોના મોતને લઈને આજે વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલતાફ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, કોર્પોરેટર અને પૂર્વ નેતા આનંદ રાઠોડ, યુવા આગેવાન પાર્થ પટેલ સહિતની ટીમ સોનલનગરના ઢોરવાડા પર પહોચી સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં ઉપરોક્ત વિગતો સામે આવી હતી.

Advertisement

પશુઓ માટે પીવાના પાણી માટેના અપર્યાપ્ત હવાડા, નાની સીમેન્દની ટાંકીઓમાં ભરવામાં આવેલ પાણીમાં જામી ગયેલ સેવાળ, અપૂરતો ચારો અને એક હજાર ગાયોની સંખ્યા સામે માત્ર ૧૦૦-૨૦૦ ગાયો ઉભી- બેસી શકે એવી વ્યવસ્થા તેમજ ચો તરફ ગંદગી અને કણસતી ગાયો નજરે પડી હતી. ઢોરવાડાની આવીએ હાલત જોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્રવી ઉઠ્યા હતા અને ભાજપા સરકાર અને સતાધીસો સામે આક્ષેપ કર્યા હતા, ગાયોના નામે મત માંગી સતા પર આવ્યા છો તો ગાયોની સામે નજર કરવા દિગુભાએ ભાજપાના નેતાઓને અને પદાધિકારીઓને ટકોર કરી હતી. વિપક્ષી નેતાએ તમામ અપ્રાપ્ત સુવિધાઓ મહાનગરપાલિકા તત્કાલ પૂરી પાડે એવી માંગણી કરી હતી. પૂર્વ વિપક્ષી નેતા આનંદ રાઠોડે આ દશા સામે મહાનગરપાલિકાની કાર્ય પ્રણાલીને જવાબદાર ગણાવી હતી તો પૂર્વ નેતા અને વર્તમાન કોર્પોરેટર altaf ખફીએ હાજર કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ સાથે સ્થળ પરથી જ વાતચીત કરી તાત્કાલિક યોગ્ય કરવાની માંગણી કરી હતી.

બીજી તરફ વિપક્ષની ટીમ જયારે પશુ ચિકિત્સક રૂમ પરના કાયમી રજીસ્ટરમાં નોંધાયેલ પશુઓના આકડા અને મૃત્યુની સંખ્યા પર નજર કરતા ચોંકી ગઈ હતી. જેમાં છેલ્લા એક માસમાં ૭૬ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા ચાર માસમાં અહી ૨૩૩ ગાયોના મોત થયા હોવાની નોંધ કરવામાં આવી છે.

આપણ  વાંચો-અમદાવાદ સિવિલમાં ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ- નાથુ રામડા, જામનગર 

Tags :
Advertisement

.