VADODARA : મિત્રો સાથે રમવા ગયેલો બાળક કેનાલમાં તણાયો
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવામાં આવેલી મધુનગર કેનાલ (CANAL) પાસે મિત્રો સાથે રમવા ગયેલો બાળક પાણીના પ્રવાહમાં તણાતા દોડધામ મચી જવા પામી હતી. (CHILD GOES MISSING - VADODARA) ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી સાંજ સુધી લાપતા બનેલા બાળકની કોઇ ભાળ મળી શકી ન્હતી.
ગતરોજ ઘટનાનું પુનરાવર્તન થયું
વડોદરા પાસેથી પસાર થતી કેનાલમાં તણાઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ તેને ડામવા માટે કોઇ નક્કર આયોજનના અભાવે આ પ્રકારની ઘટનાઓ સામે આતી રહે છે. ગતરોજ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરના રાજીવ નગરમાં રહેતો મોહંમદ રિઝવાન પઠાણ (ઉં. 10 વર્ષ) પોતાના મિત્રો સાથે રમવા ગયો હતો. તે કેનાલ નજીક રમી રહ્યો હતો, તે દરમિયાન કોઇક રીતે તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. જે બાદ બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા.
મોડી સાંજ સુધી ભાળ મેળવવામાં કોઇ સફળતા મળી શકી ન્હતી
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. જે બાદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. મોડી સાંજ સુધી કેનાલમાં લાપતા બનેલા બાળકની ભાળ મેળવવામાં કોઇ સફળતા મળી શકી ન્હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમયાંતરે કેનાલમાં લાપતા બનીને જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હવે આ પ્રકારની ઘટનાઓ ડામવા માટે સરકારી વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : અંધારી રાત્રે મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે મહિલા પર દુષ્કર્મ