કીડની પેશન્ટ મિત્રના મૃત્યુ બાદ કર્યો પ્રારંભ, નિશુલ્ક ડાયાલિસિસ સેન્ટર બન્યું અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ
ઊંઝામાં એક કિડની પેશન્ટ મિત્રને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા સદભાવના ટ્રસ્ટે મિસાલ પુરી પાડી છે. . ગુજરાત સરકાર દ્વારા હઠીલી બીમારી કહી શકાય એવા કિડનીની તકલીફ માટે વારંવાર ડાયાલીસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા સદભાવના ટ્રસ્ટે ગુજરાત ડાયાલીસીસ પ્રોજેકટ હાથ ધર્યો હતો જે આજે અનેક દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે પરંતુ એક બાજુ ડાયાલીસીસ કરતી વખતની પીડા અને à
Advertisement
ઊંઝામાં એક કિડની પેશન્ટ મિત્રને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા સદભાવના ટ્રસ્ટે મિસાલ પુરી પાડી છે. . ગુજરાત સરકાર દ્વારા હઠીલી બીમારી કહી શકાય એવા કિડનીની તકલીફ માટે વારંવાર ડાયાલીસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા સદભાવના ટ્રસ્ટે ગુજરાત ડાયાલીસીસ પ્રોજેકટ હાથ ધર્યો હતો જે આજે અનેક દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે પરંતુ એક બાજુ ડાયાલીસીસ કરતી વખતની પીડા અને આ કામ માટે આપવો પડતો 4 કલાકનો સમયએ મુશ્કેલીઓ વધારી દે છે.
વીકમાં કોઈ ને બે વાર કે ત્રણ વાર તો કોઈને કિડનીમાં વધુ ખરાબ હોય તો રોજ ડાયાલીસીસ કરાવવું પડે છે ત્યારે પેશન્ટની શરીરની પીડા સાથે આ ડાયાલીસીસ કરવામાં આપવો પડતો 4 કલાકનો સમય અસહ્ય થઈ પડે છે. ત્યારે આવા પેશન્ટની પરિસ્થિતિ સમજીને ઊંઝામાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું છે. ઊંઝા સિવિલમાં આ ટ્રસ્ટના સહયોગથી દર્દીઓને 4 કલાકનો સમય વિતાવવા ડાયાલીસીસ વિભાગને વિના મૂલ્યે અદ્યતન બનાવી દીધું છે. પેશન્ટને 4 કલાક ના સમય વિતાવવા તકલીફ ના પડે તે માટે દરેક બેડ સામે પર્સનલ ટીવી, સંગીત સાંભળવા હેડફોન સાથે સાથે આ ટ્રસ્ટના દાતા ઓ ખડેપગે ઉભા રહી ગરમ નાસ્તો, મિનરલ પાણી દર્દીઓ ને મફતમાં આપી સુવિધા આપી રહ્યા છે.
ઊંઝા માં એક મિત્રનું કિડની ની બીમારી થી રેગ્યુલર ડાયાલીસીસ કરાવવું પડતું હતું જેમનું લાંબી માંદગી બાદ અવસાન થયું ત્યારે મિત્રોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. ત્યારે મૃત્યુ પામનાર મિત્રના દીકરા એ 1 લાખનું દાન પિતાના આત્માને શાંતિ અર્પણ કરવા પિતાના મિત્રોને આપ્યું જેમાંથી અન્ય દાન ઉમેરી ડાયાલીસીસ મશીન ઊંઝા સિવિલમાં દાનમાં આપ્યું. મૃતક મિત્રના મિત્રો એ અન્ય વધુ ફંડ ભેગું કરી બીજા 4 મશીન વસાવી સિવિલને ભેટ આપ્યા.
અહીં ડાયાલીસીસ શરૂ થયાના સમાચારે વેગ પકડતા સંખ્યામાં દિન પ્રતિદિન પેશન્ટ વધવા લાગ્યા ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ સિવિલમાં વધુ નવા 5 મશીન આપતા સુવિધામાંમાં વધારો થયો. ત્યારે અહીં દર્દીઓને વધુ સવલત મળે તે હેતુ થી સદભાવના ટ્રસ્ટના સાનિધ્યમાં બેડ ટુ બેડ ટીવી , ગરમ નાસ્તો, મિનરલ પાણીની બોટલ તેમજ હેડફોનની સુવિધા ઉભી કરી અદ્યતન સુવિધા આપવાનું શરૂ કર્યું જે આજે પેશન્ટ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે.
મહેસાણા જિલ્લાના ઊંઝામાં સરકારી હોસ્પિટલ ખાતે 4 વર્ષ થી ગુજરાત સરકારના ડાયાલીસીસ પ્રોજેકટ અંતર્ગત ડાયાલીસીસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. હાલ 10 બેડ સાથે અદ્યતન ડાયાલીસીસ મશીનરી દ્વારા ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મહ્ત્વનું છે કે કિડનીની બીમારી થી પીડાતા દર્દીઓ માટે રક્તનો બદલાવ કરવો જરૂરી હોય છે ત્યારે આવા દર્દીઓ માટે ખાનગી કે પ્રાઇવેટ ક્ષેત્રે ડાયાલીસીસ કરાવવું ખર્ચાળ બનતું હોય છે જોકે ઊંઝાની આ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ હવે નિઃશુલ્ક ડાયાલિસિસ કરાવી સારવાર અને એમાં પણ સર્વોત્તમ સુવિધા સાથે મેળવી રહ્યા છે
હાલમાં ઊંઝા ખાતે સરકારી ડાયાલીસીસ સેન્ટર પર સારવાર લેતા દર્દીઓ અગાઉ પોતે ખાનગી જગ્યા પર અતિ ખર્ચ એટલે કે પ્રતિ ડાયાલીસીસ 4000 માં ડાયાલીસીસ કરાવતા હતા અને હાલમાં નિઃશુલ્ક ડાયાલીસીસની સારી સેવા ઘર આંગણે જ મળી જતા આભાર વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.