VADODARA : નકલી ફાયર NOC મામલે ફરિયાદ, એજન્સીનું નામ ખૂલ્યું
VADODARA : વડોદરા (VADODARA) માં નકલી ફાયર એનઓસી મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે (BOGUS FIRE NOC CASE) . અર્શ પ્લાઝાના સંચાલકો દ્વારા ફાયર એનઓસી માટે શિવાય ફાયર સેફ્ટી એન્ડ સર્વિસિઝ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એજન્સીના સંચાલક જયેશ મકવાણા દ્વારા આ બોગસ એનઓસી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION - VADODARA) માં છેતરપીંડિની ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ બોગસ ફાયર એનઓસીની તપાસ કરવા માટે ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એજન્સીનો સંપર્ક કરીને તેને કામ સોંપવામાં આવ્યું
તાજેતરમાં વડોદરામાં નકલી ફાયર એનઓસીનો ચકચારી મામલો સપાટી પર આવ્યો હતો. જે બાદ ચીફ ફાયર ઓફિસર દ્વારા આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. દરમિયાન અર્શ પ્લાઝાના સંચાલકો દ્વારા ફાયર એનઓસી મામલે શિવાય ફાયર સેફ્ટી એન્ડ સર્વિસિસ નામની એજન્સીનો સંપર્ક કરીને તેને કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીના સંચાલક જયેશ મકવાણા દ્વારા વોટ્સએપના માધ્યમથી આ ફાયર એનઓસી અર્શ પ્લાઝાના સંચાલકોને મોકલવામાં આવી હતી.
10 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા માટેની નોટીસ
હાલ આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ નકલી ફાયર એનઓસી મળી આવતા અર્શ પ્લાઝાના સંચાલકોને 3 દિવસમાં ખુલાસો માંગતી નોટીસ ફટકારવામાં આવી હતી. એજન્સીના જયેશ મકવાણા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. બીજી તરફ અર્શ પ્લાઝાના સંચાલકોને 10 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા માટેની નોટીસ ફટકારવામાં આવી છે. જો 10 દિવસમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો બિલ્ડીંગને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો --- VADODARA : અંધારી રાત્રે મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે મહિલા પર દુષ્કર્મ