હોંગકોંગમાં બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમથી મની લોન્ડરિંગનો થયો પર્દાફાશ
અહેવાલ - રાબિયા સાલેહ
હોંગકોંગમાં બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કિમથી મની લોન્ડરિંગનો પર્દાફાશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભારત અને હોંગકોંગમાં હીરાની કંપનીઓ સ્થાપવામાં આવી હતી,જેમાં ભારતમાં લેબગ્રોનની નિકાસ કરી નેચરલ હીરા તરીકે બતાવાયા હોવાનું દરોડા દરમિયાન સામે આવ્યું છે.હોંગકોંગમાં બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કિમ થકી મની લોન્ડરિંગ કરતી ટોળકી ને વોચ ગોઠવી તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો,.આ ઓપરેશન માટે હોંગકોંગના કસ્ટમ વિભાગે ૧૯ અને ૨૦ ડિસેમ્બર દરમિયાન ક્રશર કોડનેમ નામથી એક સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હોંગકોંગમાં બનેલો બોગસ ડાયમંડ ટ્રાન્ઝેક્શન દ્વારા ૬૪ મિલિયન ડોલરની છેતરપિંડીનો પ્રથમ કેસ હોવાની વિગતો બહાર આવતા અનેક ઉદ્યોગકારો દોડતા થઈ ગયા હતા.
કસ્ટમ વિભાગ દ્વારા સમગ્ર કાંડ નો પ્રદફાસ્ત કરતા સુરતના હિરા ઉધોગકારોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક બજારોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.હવે તો સુરતના હીરા ઉદ્યોગમાં ચિતિંગ ના બનાવો જાણે સામન્ય બની ગયા છે. પરંતુ હવે ભારત અને હોંગકોંગમાં હીરાની કંપનીઓ સ્થાપી બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમથી છેતરપિંડી નું અવકાશ પણ વધ્યું હોય તેમ છેતરપિંડી વધી છે.કેટલાક ભેજાબાજ લોકો દ્વારા ભારત અને હોંગકોંગમાં કંપનીની સ્થાપના કરવામાં આવી હતી આ સાથે જ ભારતમાં લેબગ્રોન હીરાની પણ નિકાસ કરી હતી. જેથી આવા ઓછી કિંમતના લેબગ્રોન હીરાને કુદરતી હીરા તરીકે બતાવી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું કાંડ બહાર આવ્યું હતું,. આ રીતે ટ્રાન્સનેશનલ ડાયમંડ ટ્રેડિંગનો ઉપયોગ કરી મની લોન્ડરિંગનો આ પ્રથમ કેસ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં ચાર જણાની ધરપકડ કરવા સાથે એક મિલિયન યુએસ ડોલરની વધુની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક બાજુ દરોડા બીજી બાજુ આરોપી ટોળકી દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરતા ભારતભર થી હોંગકોંગમાં શંકાસ્પદ નાણા મોકલવાનો હેતૂ હોવાનું દરોડા દરમિયાન ખૂલ્યું છે.કારણ કે ભારતમાંથી હીરાનો મોટા પ્રમાણમાં વેપાર મુંબઈ અને સુરતમાં થાય છે.ત્યારે હોંગકોંગમાં પ્રકાશમાં આવેલી ઘટના થી શહેરના હીરા ઉદ્યોગમાં ખડબડાત મચી જવા પામ્યો છે, થોડા સમયમાં વધુ નાણાં કમાવવાની ઘેલછાએ થતા ગોરખધંધા શરૂ થતાં કસ્ટમ વિભાગ એક્શન માં આવી છે.
દરોડા કરતા જાણવા મળ્યું છે કે હિરા ઉધોગમાં વેપાર માં ખોટ જતા છેલ્લાં થોડા સમયમાં ઝાઝા રુપિયા કમાઇ લેવાની લલ્લચે કેટલાક લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતા હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.બીજી બાજુ હવાલાથી નાંણા મોકલી બ્લેક મની વ્હાઇટ કરવાનુ સુવ્ય વસ્થિત નેટવર્ક સમયાંતરે બહાર આવતુ હોય છે. જો કે આગાઉ પણ આ પ્રમાણેનુ રેકેટ સુરત એસઇઝેડ દ્વારા પકડવામાં આવ્યું હતું..જેથી આ વખતે હોંગકોંગના તંત્રએ આ રીતના રેકેટની ઝડપી પાડવા સ્પેશ્યલ ઓપરેશન થકી હિરા ઉધોગકારો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરતા હિરા ઉધોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ રેકેટની તપાસમાં કયા કયા હિરા ઉધોગકારોના નામ હોંગકોંગ તંત્ર દ્વારા ખોલવામાં આવે છે તેના પર હવે સૌ કોઈ એ મીટ માંડી છે.
સુરત શહેર માં SEZ ખાતે શરણમ્ જવેલર્સ LLP ના પ્રમોટરોની અમદાવાદ, સુરત અને UAEના ઓફિસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હાથ ધરેલ સર્ચ દરમ્યાન મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.કારણ કે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા છે. આ સાથે જ નકલી કંપનીઓ મારફતે રૂ. ૨,૨૮૪ કરોડના શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરીને ઈન્વોઈસની આયાત કરવામાં આવ્યા હોવાના પુરાવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે (ED)ના હાથ લાગ્યા છે. જેથી ઈડીએ સર્ચ દરમ્યાન રૂ. ૧.૧૪ કરોડના બેલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરી એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.. શેલ કંપનીઓ મારફતે આશરે ૫ હજાર કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવતા ઈડીએ એફએએસએલ સહિતની મદદ મેળવીને તપાસ ચાલુ કરી લોકો ને ખંગાળવાનું શરૂ કર્યું છે.
મહત્વ ની વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ૧૯૯૯ ના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની જોગવાઈઓ હેઠળ શરણમ જવેલ્સ LLP, તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક અને તેના સહયોગીઓ, વંશ માર્કેટિંગ આશિક પટેલના અમદાવાદ, સુરત અને UAEમાં આવેલી ઓફિસોમાં સર્ચ કર્યુ હતુ. Ed વિશ્વસનીય માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી ,જેથી તપાસ દરમિયાન આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ હોવાના ખુલાસા થયા હતા.
બીજી બાજુ દરોડા માં ચાલતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શરણમ જ્વેલ્સ LLP સુરતના SEZ ખાતે એક યુનિટ પણ ચલાવે છે તેમજ જેમ્સ અને જવેલરીની આયાત-નિકાસ કરે છે.જેથી છેલ્લા બે વર્ષમાં કંપનીએ રૂ. ૩,૭૦૦ કરોડની આયાત અને નિકાસ જેવી મોટી રકમ હાસલ કરી છે. એટલુજ નહિ શરણમ્ જવેલર્સએ કંપનીના હિસાબના ચોપડામાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા. રૂ. ૫૨૦ કરોડનો સ્ટોક ક્લોઝિંગ માં દર્શાવ્તા ED ના શંકા ના દાયરા માં આવી હતી.
ભૌતિક ચકાસણી પર, રૂ. ૧૯.૭૦ લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો. વધુમાં EDની તપાસમાં જાણવા મળ્યું છે કે શરણમ જવેલ્સ LLP અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ કંપનીઓમાં એન્ટ્રીઓની મદદથી આયાત અને નિકાસના આડમાં રૂ. ૫,૦૦૦ કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવી છે.જે બાદ હવે કાર્યવાહીનો દર ચાલતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો - જામનગરમાં કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ સકંજો કસ્યો, ગેરકાયદેસર બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ