Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ ચેમ્પિયન્સને ભારત લાવ્યું હતું આ વિમાન, હવે આ નામે ઓળખાશે

T20 World Cup 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આખરે સ્વદેશ પરત ફરી છે. વર્લ્ડ ચેમ્પિયન (World Champions) બનીને પરત ફરેલા ખેલાડીઓનું એરપોર્ટ (Airport) પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ...
05:51 PM Jul 04, 2024 IST | Hardik Shah
Champions-24 World Cup

T20 World Cup 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આખરે સ્વદેશ પરત ફરી છે. વર્લ્ડ ચેમ્પિયન (World Champions) બનીને પરત ફરેલા ખેલાડીઓનું એરપોર્ટ (Airport) પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધા દિલ્હી પહોંચ્યા બાદ હોટલ માટે રવાના થયા હતા.

સ્પેશિયલ ફ્લાઈટ કેમ આવી?

બાર્બાડોસથી નવી દિલ્હી પહોંચેલી ભારતીય ટીમના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે. આ બેઠક પૂરી થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈમાં યોજાનારી વિજય પરેડમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 ક્રિકેટનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને 1 જુલાઈની સવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક અને પછી ન્યૂયોર્કથી દુબઈ થઈને ભારત પરત ફરવાનું હતું. પરંતુ તે દરમિયાન બાર્બાડોસમાં બેરીલ નામનું વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે સમગ્ર શહેરની અવરજવર થંભી ગઈ હતી અને શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વાવાઝોડાને કારણે બાર્બાડોસ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમે જે ફ્લાઈટમાંથી પરત ફરવાનું હતું તેને રદ કરવામાં આવ્યું હતું. ત્યારપછી આ ખેલાડીઓને પરત લાવવા માટે BCCI દ્વારા સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિમાનને શું નામ આપવામાં આવ્યું

BCCI સચિવ જય શાહની પહેલ પર, ભારત સરકારે બાર્બાડોસમાં ફસાયેલા ભારતીય ખેલાડીઓ, સહાયક સ્ટાફ અને ખેલાડીઓના પરિવારોને બહાર કાઢવા માટે એક વિશેષ ફ્લાઇટ મોકલી હતી. આ ફ્લાઈટ એર ઈન્ડિયાની બોઈંગ-777 હતી. આ ફ્લાઇટ દિલ્હીથી બાર્બાડોસ પહોંચી અને ખેલાડીઓને બાર્બાડોસથી સીધા ભારત પરત કર્યા. એર ઈન્ડિયાનું આ વિમાન તેની લાંબી રેન્જ માટે જાણીતું છે. આ જહાજમાં લગભગ 400 લોકો એકસાથે મુસાફરી કરી શકે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ વિમાનમાં મુસાફરી કરવી ખૂબ જ આરામદાયક છે. એર ઈન્ડિયા આ વિમાનમાં તેના સૌથી અનુભવી કર્મચારીઓને તૈનાત કરે છે. એર ઈન્ડિયાનું આ વિમાન બાર્બાડોસ પહોંચ્યું હતું. આ જહાજને ભારત સરકાર દ્વારા વિશેષ નામ આપવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાના આ વિમાનને ચેમ્પિયન્સ-24 વર્લ્ડ કપ નામ આપવામાં આવ્યું હતું. આ વિમાન દ્વારા જ ખેલાડીઓ, ખેલાડીઓના પરિવારજનો, BCCIના અધિકારીઓ, ભારતીય ટીમના સહાયક સ્ટાફ અને ભારતીય ખેલ પત્રકારો પરત ફર્યા છે.

આ પણ વાંચો - Team India: World champion ટીમ ઈન્ડિયા PM મોદીને મળી, જુઓ video

આ પણ વાંચો - Team India Victory Parade: સ્પેશિયલ બસની ખાસ તસવીરો અને વીડિયો આવ્યો સામે

Tags :
Air-IndiaBarbadosBCCIBCCI Secretary Jay ShahBoeing-777Champions 2024 World CupChampions-24 World CupCyclone BerylDelhi Airportfinal matchGujarat FirstHardik ShahIndiaIndian Cricket TeamJay ShahMumbai ParadeNarendra ModiPMOprime minister of indiaRahul DravidReturn Journeyrohit sharmaSouth AfricaSpecial FlightT20-World-Cup-2024Team Indiavictory paradeVirat Kohliworld champions
Next Article