Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાઠગ Kiran Patel ને જમ્મુથી અમદાવાદ લવાયો, જુઓ Video

મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં અમદાવાદ લઈ આવી હતી. સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ...
મહાઠગ kiran patel ને જમ્મુથી અમદાવાદ લવાયો  જુઓ video

મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં અમદાવાદ લઈ આવી હતી. સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવી છે.

Advertisement

કિરણ પટેલે પોતે PMO ઓફિસરની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા હતા જમ્મુ કાશ્મીરમાં પોતે આવી ખોટી ઓળખ આપીને Z+ સિક્યોરિટિ પણ મેળવી હતી. એક સમયે પોલીસની સુરક્ષાના તામજામ ભોગવતો કિરણ પટેલ હવે એક સામાન્ય કેદીની જેમ પોલીસથી ઘેરાયેલો છે હવે તેને ક્રાઈમબ્રાંચના આકરા સવાલોનો સામનો કરવો પડશે.

Advertisement

Advertisement

ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી ચુકી છે હવે આ કેસના માસ્ટર માઈન્ડ કિરણ પટેલની હવે પુછરપરછ થશે. જેમાં અનેક નવા નામો ખુલે તો નવાઈ નહી પોલીસ પુરાવાના આધારે હવે આગળ નવા કેસ નોંધવાની કાર્યવાહી પણ કરશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કિરણ પટેલને ગુરૂવારે ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવા માટે રવાના થઈ હતી જે આશરે 36 કલાકની મુસાફરી કરીને ગત રાત્રીના 2 વાગ્યે અમદાવાદ પહોંચી હતી.

કિરણ પટેલે PMO ઓફિસનો અધિકારી હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા, એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. કિરણ પટેલે ઘણા રાજ્યોના લોકોને છેતર્યા હોવાનું પણ જાણવા મળે છે. રાજસ્થાનના એક મોટા કોંગ્રેસના નેતાને પણ 30 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે. કિરણ પટેલ અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી છે અને અત્યાર સુધી તે જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો હવે તે ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement

.