SC-ST અનામતમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી : વિનોદ ચાવડા
સુપ્રીમ કોર્ટે (Supreme Court) 1 ઓગસ્ટનાં રોજ SC-ST અનામત ક્વોટાની અંદર જ પેટ ક્વોટા આપી શકાય તે પ્રકારનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જો કે, આ નિર્ણયનો એક વર્ગ દ્વારા સ્વાગત કરાયું તો દલિત સમાજનાં એક મોટા વર્ગમાં આ અંગે ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ભાજપ સાંસદ વિનોદ ચાવડાનું (Vinod Chavda) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, SC, ST માં અનામત ફેરફાર કરવાની સરકારની કોઈ યોજના નથી.
આ પણ વાંચો - Congress Nyay Yatra : કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર
ભાજપનાં SC, ST ના તમામ સાંસદોએ PM સાથે મુલાકાત કરી
ભાજપ (BJP) સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારની SC, ST માં અનામત ફેરફાર કરવાની કોઈ યોજના નથી. ભાજપનાં SC, ST ના તમામ સાંસદોએ વડાપ્રધાન (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અનાતમ અંગે સુપ્રીમ કૉર્ટનાં નિર્ણય મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રની ફેરફાર અંગે હાલ કોઈ વિચારણા ન હોવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી હતી.
આ પણ વાંચો - Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ
અનામતને લઈ કોંગ્રેસ ખોટો ભ્રમ ફેલાવે છે : વિનોદ ચાવડા
વિનોદ ચાવડાએ (Vinod Chavda) આગળ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટનું (Supreme Court) માત્ર સૂચન છે. તેની અમલવારીની હાલ કોઈ વિચારણા નથી. આ સાથે તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પર આરોપ લગાવતા કહ્યું કે, અનામત (Reservation) દૂર કરાશે તેવો કોંગ્રેસ નાગરિકોમાં ખોટો ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. જણાવી દઈએ કે, 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અનામત અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. 7 ન્યાયાધીશોની બંધારણીય બેંચે SC અને ST શ્રેણીઓ માટે પેટા વર્ગીકરણને લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો - Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમનાં શાસનમાં તો..!