Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જુઓ એ સ્થળ.. જ્યાં બિપોરજોય ટકરાવાનું છે...માત્ર GUJARAT FIRST પર

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 3 કિમીની ઝડપે કચ્છ તરફ આવી રહ્યું છે. 15મી જૂને બપોરે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચીથી તે પસાર થશે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ બિપોરજોય વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે તે સ્થળ...
01:07 PM Jun 14, 2023 IST | Vipul Pandya
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 3 કિમીની ઝડપે કચ્છ તરફ આવી રહ્યું છે. 15મી જૂને બપોરે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચીથી તે પસાર થશે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ બિપોરજોય વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે તે સ્થળ કોટેશ્વર અને નારાયણ સરોવર ખાતે પહોંચી હતી. આ એ જ સ્થળ છે જ્યાં વાવાઝોડાનું લેન્ડ ફોલ થવાનું છે.
જખૌથી 280 કિમી અને દ્વારકાથી 290 કિમી દૂર
હવામાન વિભાગે જારી કરેલા નવા બુલેટીનમાં કહ્યું છે કે બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 3 કિમીની ઝડપે કચ્છ તરફ આવી રહ્યું છે.. હાલ તે જખૌથી 280 કિમી અને દ્વારકાથી 290 કિમી તથા નલીયાથી 300 કિમી અને પોરબંદરથી 350 કિમી તથા કરાચીથી 340 કિમી દુર છે.  15 જૂને સૌરાષ્ટ્ર-કચ્છ પસાર કરી માંડવી અને કરાચી પહોંચશે અને તે વખતે 125 થી 135 કિમીનો પવન હશે અને તે 150 કિમી સુધી તેની સ્પીડ થઇ શકે છે.
આ સ્થળે બિપોરજોય ટકરાશે
ગુજરાત ફર્સ્ટની ટીમ આજે ગુજરાતના કચ્છ બોર્ડર પર આવેલા છેલ્લા ગામમાં પહોંચી હતી જ્યાં બિપોરજોય વાવાઝોડું ટકરાવાનું છે. પાકિસ્તાન અનો ઓમાનની બોર્ડર પર આવેલા કોટેશ્વર અને નારાયણ સરોવર પાસે વાવાઝોડું ટકરાશે અને ત્યારબાદ નબળું પડીને તે રાજસ્થાન તરફ જશે તેવું અમુમાન લગાવાયું છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે તે કોટેશ્વર અને નારાયણ સરોવર પાસેના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જખૌ અને કોટેશ્વર દરિયો હાલ ગાંડોતૂર બન્યો છે અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.  દરિયાની સપાટી પણ વધી રહી છે. 
હાલ ચાલી રહેલી કામગિરીની સમિક્ષા કરવા માટે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયા કોટેશ્વર ખાતે પહોંચ્યા હતા. ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે વાતચીત કરતાં મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે આ એ સ્થળ છે જ્યાં સાયક્લોન ટકરાવાનું છે. અહીં 5 કિમીના વિસ્તારમાં 20 ગામ આવેલા છે અને અહીં સ્થળતાંતરની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.  આ સ્થળેથી અઢી હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે અને તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ છે. આગળ પણ જેમ હવામાન વિભાગની આગાહીની સુચના મળશે તેમ સ્થળાંતરની પ્રક્રિયા કરાશે. અહીં મેડિકલની તમામ વ્યવસ્થા કરાઇ છે અને પીજીવીસીએલની ટીમો પણ તૈયાર છે. અહીના તમામ ગામો ખાલી કરાવાયા છે.
INPUT--કૌશિક છાયા, કોટેશ્વર
આ પણ વાંચો---રાજ્યમાં વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર, પૂરની સંભાવના
Tags :
BiporjoyCycloneCyclone BiporjoyGujarat FirstKoteshwarKutchlandfall
Next Article