Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMLA કાયદા માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યું..?

PMLA : સુપ્રીમ કોર્ટે ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડો પર મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગ ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA)ની...
pmla કાયદા માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યું

PMLA : સુપ્રીમ કોર્ટે ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડો પર મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગ ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA)ની કલમ 19 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ માટે EDને સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે.

Advertisement

જામીનની બેવડી શરત તેને લાગુ પડશે નહીં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જામીન મેળવવા માટે પીએમએલએમાં આપવામાં આવેલી કડક શરતો એ આરોપીઓ પર લાગુ થશે નહીં કે જેની તપાસ દરમિયાન ED દ્વારા ધરપકડ કરવામાં આવી ન હતી. કોર્ટે કહ્યું છે કે જ્યારે કોર્ટ ચાર્જશીટની નોંધ લીધા પછી આવા આરોપીને સમન્સ જારી કરશે અને તે હાજર થશે ત્યારે તેને જામીન મળી જશે. કલમ 45માં આપવામાં આવેલી જામીનની બેવડી શરત તેને લાગુ પડશે નહીં. જો ED કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી આવા આરોપીની ધરપકડ કરવા માંગે છે, તો કોર્ટની પરવાનગી લેવી પડશે.

EDની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે પીએમએલએ કાયદાને લઈને નિર્ણય આપ્યો. ખંડપીઠે કહ્યું, "જો કલમ 44 હેઠળ ફરિયાદના આધારે પીએમએલએની કલમ 4 હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે, તો ઇડી અને તેના અધિકારીઓ કલમ 19 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલ વ્યક્તિની ધરપકડ કરી શકશે નહી

Advertisement

EDએ વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, "જો ED ગુનાની વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી માંગે છે અને સમન્સ જારી કરવામાં આવે ત્યારે આરોપી પહેલેથી જ હાજર થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, EDએ વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે અને આરોપીની કસ્ટડીની માંગણી કરવી પડશે. "

કોર્ટે કહ્યું, "આરોપીની બાજુ સાંભળ્યા પછી, વિશેષ અદાલતે અરજી પર આદેશો પસાર કરવા પડશે. EDની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટ ત્યારે જ કસ્ટડીની મંજૂરી આપી શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે."

Advertisement

આ પણ વાંચો---- CHM Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખુલાસો કર્યો કે, મુખ્યમંત્રી કેજરીવાલ કાયદાકીય ચાલ ચાલ્યા

Tags :
Advertisement

.