ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક સફાઈ કર્મીના પગારથી પણ ઓછો છે નેપાળ ક્રિકેટર્સનો પગાર

Salary of Nepali cricketers is very low : T20 World Cup ની શરૂઆત થઇ ગઇ છે. જેમા તમને ઘણી નવી ટીમો (New Teams) જોવા મળી જશે. જેમા એક ટીમ નેપાળ (Nepal) ની છે જેનું ચાલુ ટૂર્નામેન્ટ (Tournament) માં પ્રદર્શન ખરાબ...
11:11 PM Jun 08, 2024 IST | Hardik Shah
Salary of Nepali cricketers is very low

Salary of Nepali cricketers is very low : T20 World Cup ની શરૂઆત થઇ ગઇ છે. જેમા તમને ઘણી નવી ટીમો (New Teams) જોવા મળી જશે. જેમા એક ટીમ નેપાળ (Nepal) ની છે જેનું ચાલુ ટૂર્નામેન્ટ (Tournament) માં પ્રદર્શન ખરાબ રહ્યું છે. ટીમ તેની પ્રથમ મેચ નેધરલેન્ડ (Netherlands) સામે રમી હતી જેમા તેને 6 વિકેટે હાર મળી હતી. હવે નેપાળ (Nepal) ની આગામી મેચ 12 જૂને શ્રીલંકા (Sri Lanka) સામે રમાવાની છે. નેપાળની ક્રિકેટ ટીમ (Nepal's Cricket Team) આ પહેલા એશિયા કપ (Asia Cup) માં પણ શાનદાર પ્રદર્શન કરી ચુકી છે.

નેપાળી ક્રિકેટરોને કેટલી સેલેરી મળે છે?

નેપાળની ટીમ ધીમે ધીમે ક્રિકેટ જગતમાં પોતાના પગ ફેલાવી રહી છે. ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ક્વોલિફાયર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રનર અપ બની. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું નેપાળી ક્રિકેટરોને કેટલો પગાર મળે છે. આ ખેલાડીઓની સેલેરી જાણીને તમને પણ આશ્ચર્ય થશે. નેપાળ ક્રિકેટ બોર્ડ તેમના ખેલાડીઓને દરેક ODI મેચ માટે 10,000 નેપાળી રૂપિયા અને દરેક T20 મેચ માટે 5,000 નેપાળી રૂપિયા ચૂકવે છે. જો આ રકમને ભારતીય રૂપિયામાં જોઈએ તો ખેલાડીઓને દરેક ODI મેચ માટે 6000 રૂપિયા અને દરેક T20 મેચ માટે 3000 રૂપિયા પગાર મળે છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓને દરેક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI મેચ માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા BCCI તરફથી મળે છે.

નેપાળના ખેલાડીઓનો પગાર કેટલો છે?

નેપાળ ક્રિકેટ બોર્ડે તેમના ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચ્યા છે. D ગ્રેડના ખેલાડીઓને સૌથી ઓછો પગાર મળે છે. નેપાળ ક્રિકેટ બોર્ડ આ ગ્રેડના ખેલાડીઓને 21,758 ભારતીય રૂપિયાનો પગાર આપે છે. જ્યારે C ગ્રેડના ખેલાડીઓને 34 હજાર રૂપિયા (ભારતીય)નો પગાર મળે છે. વળી, નેપાળ ક્રિકેટ બોર્ડ B ગ્રેડના ખેલાડીઓને દર મહિને 44 હજાર ભારતીય રૂપિયાનો પગાર આપે છે. આ સિવાય નેપાળ ક્રિકેટ બોર્ડ તેના સ્ટાર ખેલાડીઓ એટલે કે ગ્રેડ A ના ખેલાડીઓને દર મહિને 60 હજાર રૂપિયા આપે છે. ભારતીય ચલણમાં આ રકમ 37,719 રૂપિયા છે.

આટલો ઓછો પગાર કોનો હોય?

નેપાળના પગારને જોઇ સૌ કોઇને વિચાર આવી રહ્યો છે કે, આટલો ઓછો પગાર તો કોનો હોય? ભારતમાં મનરેગા મુજબ, એક દૈનિક વેતન મજૂરની દૈનિક કમાણી ઓછામાં ઓછી 600 રૂપિયા છે એટલે કે તે મહિનામાં 18 હજાર રૂપિયા કમાય છે. નેપાળના ક્રિકેટરોનો પગાર ભારતીય મજૂર કરતા પણ બમણો છે. પગાર ભલે ઓછો હોય પરંતુ નેપાળી ક્રિકેટરો અને તેમના ચાહકોનો જુસ્સો જોવા જેવો છે. ભૂતકાળમાં, નેપાળી ચાહકોની ઘણી તસવીરો વાયરલ થઈ હતી જ્યાં તેઓ તેમની ટીમને ખુશ કરવા માટે ઝાડ પર ચઢી પણ ગયા હતા. નેપાળના ક્રિકેટરો માટે આ પ્રેમ સૌથી મોટી તાકાત અને હિંમત છે.

આ પણ વાંચો - રવિવારે સાંજે મોદીના શપથ ગ્રહણ, પછી શરૂ થશે પાકિસ્તાન સાથે મુકાબલો!

આ પણ વાંચો - અમેરિકા સામે હાર બાદ Zomato અને Swiggy એ લીધી પાકિસ્તાની ટીમની મજા

Tags :
asia cup 2023Gujarat FirstHardik ShahNepalNepal CricketerNepal Cricketer NewsNepal Cricketer SalaryNepal Cricketer sportsnepal cricketers central contractnepal cricketers earning manreganepal cricktersNew TeamsSalarySalary of Nepali cricketers is very lowT20 World CupT20 World Cup 2024 NewsT20 World Cup NewsT20-World-Cup-2024Tournament
Next Article