Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટૂર્નામેન્ટની નંબર વન ટીમ આજે પ્લેઓફમાં પહોંચવા મેદાને ઉતરશે, પંજાબ માટે કરો યા મરોની સ્થિતિ

IPL 2022 ના 48 માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને જોવા મળશે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો બંને વચ્ચે મોટું અંતર છે. જ્યા ગુજરાતની ટીમ પ્રથમ નંબરે છે તો બીજી તરફ પંજાબની ટીમ 8માં સ્થાને જોવા મળી રહી છે. આજે આ મેચ મુંબઈના ડૉ.ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંને ટીમો અગાઉ એક વખત આમને-સામને આવી ચૂકી છે. જેમા ગુજરાત ટાઇટન્સે તે મેચ છ વિકેટે જીતી હતી. ગુજàª
ટૂર્નામેન્ટની નંબર વન ટીમ આજે પ્લેઓફમાં પહોંચવા મેદાને ઉતરશે  પંજાબ માટે કરો યા મરોની સ્થિતિ
IPL 2022 ના 48 માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને જોવા મળશે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો બંને વચ્ચે મોટું અંતર છે. જ્યા ગુજરાતની ટીમ પ્રથમ નંબરે છે તો બીજી તરફ પંજાબની ટીમ 8માં સ્થાને જોવા મળી રહી છે. 
આજે આ મેચ મુંબઈના ડૉ.ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંને ટીમો અગાઉ એક વખત આમને-સામને આવી ચૂકી છે. જેમા ગુજરાત ટાઇટન્સે તે મેચ છ વિકેટે જીતી હતી. ગુજરાતની ટીમ જ્યારે આજની મેચ જીતી પ્લેઓફમાં પહોંચવાનો પૂરો પ્રયત્ન કરશે, તો બીજી તરફ સતત ખરાબ પ્રદર્શન કરી રહેલી પંજાબની ટીમ આજની મેચ જીતી પોઈન્ટ્સ ટેબલમાં આગળ વધવાનો પ્રયત્ન કરવા મેદાને ઉતરશે. ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યાર સુધીમાં નવમાંથી આઠ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબરે છે. પ્રથમવાર IPLમાં ભાગ લઇ રહેલી ગુજરાતની ટીમને હરાવવાનું સરળ રહ્યું નથી. તેણે નવમાંથી આઠ મેચ જીતી છે અને સતત છઠ્ઠી જીત નોંધાવવાથી તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. ગુજરાતના આ શાનદાર પ્રદર્શનનું કારણ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જોરદાર વાપસી કરવાનું છે. ગુજરાત ટાઈટન્સે તેની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. આ મેચમાં ગુજરાતે જીત નોંધાવી હતી. વળી પંજાબ કિંગ્સને તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમ માટે હવે કરો યા મરો જેવી પરિસ્થિતિ છે. જો તે આજની મેચ જીતી જાય છે તો વાંધો નથી પરંતુ જો તે હારી જાય છે તો તેના માટે પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કિલ બની રહેશે. 
ગુજરાત ટાઈટન્સની ટીમ આ સીઝનમાં ટ્રોફીની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગુજરાતની તાકતની વાત કરવામાં આવે તો તે મીડલ ઓર્ડરના બેટ્સમેન છે. રાહુલ તેવટિયા હોય, ડેવિડ મિલર હોય, રાશિદ ખાન હોય કે કેપ્ટન હાર્દિક પંડ્યા હોય, આ બધાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં મેચ વિનિંગ પ્રદર્શન કર્યું છે. જો એક ખેલાડી નિષ્ફળ જાય છે, તો બીજો ખેલાડી તે જવાબદારી લે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની જીત બાદ હાર્દિકે કહ્યું હતું કે, 'આ ટીમની સુંદરતા છે કે ખેલાડીઓએ બતાવ્યું છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની જવાબદારી સમજી શકે છે. અમે હંમેશા તેમને આમ કરવા પ્રોત્સાહિત કરતા રહીએ છીએ. છેલ્લી વખતે જ્યારે ગુજરાત અને પંજાબની મેચ હતી ત્યારે તેવટિયાએ છેલ્લા બે બોલમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. બોલિંગમાં ટીમનું પલડું ભારે છે. પંજાબની ઓપનિંગ ભાગીદારી ચિંતાનું કારણ છે. શિખર ધવન મોટાભાગની મેચોમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. કેપ્ટન મયંક અગ્રવાલ પોતે પણ બહુ સારા ફોર્મમાં નથી. ત્યારે આજની મેચમાં પાછળની ભૂલોને છોડી સારું પ્રદર્શન કરવાનું રહેશે. જે સારું પ્રદર્શન કરશે તે જ આ મેચમાં જીત મેળવી શકશે.
Advertisement
Tags :
Advertisement

.