Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : ફાઇનલ મેચ પહેલા ભારતને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. આ પહેલા ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એક અહેવાલ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો...
asia cup 2023   ફાઇનલ મેચ પહેલા ભારતને  મોટો  ઝટકો  આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. આ પહેલા ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એક અહેવાલ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વૉશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.

Advertisement

ક્રિકબઝના અહેવાલ અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી છેલ્લી સુપર -4 મેચ દરમિયાન અક્ષર ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તેની ઈજા ગંભીર નથી. અક્ષરે બાંગ્લાદેશ સામે ભારત માટે મહત્વની ઈનિંગ રમી હતી. જોકે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો. અક્ષરે 34 બૉલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. તેને 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે અક્ષરે 9 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી.

Advertisement

એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર 259 રન જ બનાવી શક્યા હતા.

અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબો કહી શકાય. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 16 વનડે મેચોમાં 16 વિકેટ લીધી છે અને 233 રન બનાવ્યા છે. સુંદરે 4 ટેસ્ટ મેચ પણ રમી છે.

Advertisement

ફાઈનલ પહેલા બાંગ્લાદેશનો અપસેટ, ભારતને 6 રનથી હરાવ્યું

બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. 266 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયા પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. તેથી આ હારની ફાઈનલ પર કોઈ અસર નહીં થાય. પરંતુ બાંગ્લાદેશે જીત સાથે એશિયા કપમાં તેની સફર સમાપ્ત કરી દીધી છે. આ હાર ભારતને ઘણું નુકસાન પહોંચાડશે.

શુભમન ગrલ 121 રનની ઇનિંગ

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમને 209ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં 7મો ઝટકો લાગ્યો હતો. ગિલ આ મેચમાં 121 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ  પણ  વાંચો-ASIA CUP 2023 : બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન

Tags :
Advertisement

.