Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : નગરપાલિકાની બેદરકારીથી છવાયો અંધારપટ, લોકોમાં ભારે આક્રોષ

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ નગરપાલિકા હર હંમેશા વિવાદમાં રહી છે. ફાયર બંબા મારફતે પાણી લગ્ન પ્રસંગમાં પહોંચાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા 7 કરોડ ઉપરાંતનું લાઈટ બિલનું ચુકવણું ન થતાં વર્ષમાં ત્રીજી વખત ભરૂચ શહેર અંધાર...
bharuch   નગરપાલિકાની બેદરકારીથી છવાયો અંધારપટ  લોકોમાં ભારે આક્રોષ
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ 
ભરૂચ નગરપાલિકા હર હંમેશા વિવાદમાં રહી છે. ફાયર બંબા મારફતે પાણી લગ્ન પ્રસંગમાં પહોંચાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા 7 કરોડ ઉપરાંતનું લાઈટ બિલનું ચુકવણું ન થતાં વર્ષમાં ત્રીજી વખત ભરૂચ શહેર અંધાર પટમાં ફેરવાઈ ગયું છે.   વિપક્ષોએ ભરૂચ નગરપાલિકાની હરાજી કરી દેવી જોઈએ તેવા આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો
35થી વધુ સેક્શનમાં આવતા 2000થી વધુ સ્ટ્રીટ લાઈટના કનેક્શનનો જીઈબીએ કાપી નાખ્યા
ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબેલી હોવાના અનેક વાર આક્ષેપો સાથે વિરોધના વંટોળો ઉભા થઈ ચૂક્યા છે. નગરપાલિકાની લાપરવાહીના કારણે તથા અધિકારીઓ અને પદાધિકારીઓના ગેર વહીવટના કારણે એક વર્ષમાં ત્રીજી વખત ભરૂચવાસીઓએ અંધારપટમાં રહેવાની નોબત આવી છે. ભરૂચ નગરપાલિકાની વીજ બીલની ચુકવણી ન કરવાની વૃત્તિએ ફરી એકવાર ભરૂચવાસીઓને અંધારપાટમાં ધકેલી દીધા છે. વોટર વિભાગથી માંડી જાહેર માર્ગના સ્ટ્રીટ લાઇટની લાઈટ બિલની નગરપાલિકા દ્વારા ચુકવણી કરવામાં ન આવતા ફરી એકવાર ભરૂચ નગરપાલિકાની હદમાં 35થી વધુ સેક્શનમાં આવતા 2000થી વધુ સ્ટ્રીટ લાઈટના કનેક્શનનો જીઈબીએ કાપી નાખતા સમગ્ર ભરૂચ શહેર અંધારપટમાં ફેરવાઈ ગયું છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં અંધાર પટના કારણે કોઈ વેપારીની દુકાનને કોઈ અજાણ્યા તસ્કરો નિશાન બનાવે તો તેનો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે વેપારીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો
 નગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે
 નગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે અને છતાં પણ જીઈબીના બિલ ભરવામાં લાપરવાહી દાખવાઇ રહી છે. જોકે હાલ તો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિતના ધારાસભ્ય, સાંસદ પણ આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભરૂચવાસીઓને અંધારપટમાંથી બહાર કેવી રીતે લાવી શકાય છે તેના તમામ પ્રયાસો માટે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે
નગરપાલિકાની લાપરવાહીથી ભરૂચવાસીઓએ તરસ્યા પણ રહેવું પડી શકે છે 
વર્ષમાં ત્રીજી વખત ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના પાપે ભરૂચ શહેર અંધારપટ બન્યું છે અને જીઈબીનું દેવું વધી ગયું છે જેના કારણે હાલ તો ભરૂચ શહેરના જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઇટના કનેક્શનનો કપાયા છે. આગામી દિવસોમાં વોટર વિભાગનું પણ 7 કરોડ ઉપરાંતનું લાઈટ બિલ બાકી પડતું હોવાના કારણે વોટર વિભાગના કનેક્શન કપાઈ જાય તો ભરૂચવાસીઓએ પાણી વિના તરસવું પડે તેવી નોબત પણ આવી શકે તેવા આક્ષેપ વિપક્ષ તરીકે સમસાદ અલી સૈયદ કર્યા છે.
આ માત્ર ભરૂચ નગરપાલિકાની સમસ્યા નથી 
ભરૂચ શહેરની સ્ટ્રીટ લાઈટો જીઈબી દ્વારા બંધ કરવામાં આવી છે અને ભરૂચ નગરપાલિકાનું જૂનું લાઈટ બિલ 7 કરોડ ઉપરાંતનું બાકી છે આ બાબતે સરકારમાં રજૂઆત કરાઈ છે અને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે એટલે લાઈટ બિલની ભરપાઈ થઈ જશે અને આ સમસ્યા માત્ર ભરૂચ શહેરમાં નહીં પરંતુ આમોદ જંબુસર રાજપીપળા સહિત અન્ય જિલ્લા અને તાલુકાની નગરપાલિકાની પણ આવી સ્થિતિ છે પરંતુ ભરૂચમાં સ્ટ્રીટ લાઈટ વહેલી તકે શરૂ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલએ કહ્યું હતું
ભરૂચ શહેર ઝળહળતું થાય તેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
નગરપાલિકામાં લાઈટ બિલની ભરપાઈ માટે સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટ આવતી હોય છે તેને લઈને આ પ્રશ્નો ઉભો થયો છે. ગ્રાન્ટ ન આવી હોવાના કારણે આ સમસ્યા ઉભી થઈ છે પરંતુ ભરૂચ નગરપાલિકાની હદની સ્ટ્રીટ લાઇટો વહેલી તકે શરૂ થાય અને ભરૂચ ઝળહળતું થાય તેવા તમામ પ્રયાસ પ્રમુખ તરીકે તેમજ ચીફ ઓફિસર ધારાસભ્ય સાંસદ સભ્યો કરી રહ્યા છે અને વહેલી તકે ભરૂચ જળહળતું થશે તેમ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવએ કહ્યું હતું
ભરૂચ નગરપાલિકા દેવામાં છે હરાજી ક્યારે..? તેવા મુદ્દા સાથે વિપક્ષ પાલિકા ગજવશે
ભરૂચ નગરપાલિકાની હદમાં નગરપાલિકાની લાપરવાહીના કારણે વરસમાં ત્રીજી વખત સ્ટ્રીટ લાઈટના કનેક્શન લાઈટ બિલની ભરપાઈ ન કરવાના કારણે કાપી નાખવામાં આવ્યા છે. નગરપાલિકા ખુદ દેવામાં ઉતરી ગઈ હોય જેના કારણે નગરપાલિકાની હરાજી ક્યારે થશે..? તેવા સૂત્ર સાથે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરી ભરૂચ ઝળહળતું કરવામાં આવે તેના માટે આંદોલન કરવામાં આવશે તેમ વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.