Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ પાલિકાએ લાઈટનું ૬ કરોડનું બાકી બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાતા અંધારપટ

ભરૂચ નગરપાલિકા હર હંમેશા વાદ વિવાદમાં રહી છે અને થોડા માસ અગાઉ નગરપાલિકા વીજ બિલની ભરપાઈ ન કરતા કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને ફરી એકવાર નગરપાલિકાના લાઈટ બિલના નાણા નહીં ચૂકવતા નગરપાલિકાના વીજ કનેક્શનના જોડાણો કાપવામાં આવ્યા છે ભરૂચના...
ભરૂચ પાલિકાએ લાઈટનું ૬ કરોડનું બાકી બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાતા અંધારપટ

ભરૂચ નગરપાલિકા હર હંમેશા વાદ વિવાદમાં રહી છે અને થોડા માસ અગાઉ નગરપાલિકા વીજ બિલની ભરપાઈ ન કરતા કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને ફરી એકવાર નગરપાલિકાના લાઈટ બિલના નાણા નહીં ચૂકવતા નગરપાલિકાના વીજ કનેક્શનના જોડાણો કાપવામાં આવ્યા છે ભરૂચના જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઈટ સાથે નગરપાલિકાનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવતા તમામ કામકાજ ઠપ થઈ ગયું છે અને ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગુમાસ્તાધારા વિભાગમાં બેસીને કામ કરવાની ફરજ પડી રહી છે

Advertisement

Image preview

ભરૂચ નગર અંધારપાટમાં ફેરવાઈ
ડિજિટલ ગુજરાતની વાત કરતી સરકારના રાજમાં આજે ભરૂચ અંધારપટમાં ફેરવાઈ ગયું છે ભરૂચ નગર પાલિકાના પાપે ભરૂચ અંધેર નગરી બની ગયું છે જેમાં ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગોના સ્ટ્રીટ લાઇટના વીજ ભરપાઈ ન કરતા થોડા માસ અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા જેના પગલે ભરૂચ નગર અંધારપાટમાં ફેરવાઈ ગયું હતું અને વેપારીઓમાં પણ ચોરીનો ભય ઊભો થયો હતો જે તે સમયે દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે વાટાઘાટો કરી વીજ જોડાણો પુનઃ જોડિયા હતા જેના કારણે નગરપાલિકાએ હસકારો અનુભવ્યો હતો

Advertisement

Image preview

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અગાઉ નગરપાલિકાના નાણા ન કરવાના કારણે જોડાણો કાપી નાખ્યા બાદ પણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી હલ્યું ન હતું જેના પગલે ફરી એક વાર બીજ કંપનીએ નગરપાલિકાના જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટના વિજ જોડાણો લાઈટ બિલની ભરપાઈ ન કરી હોવાના કારણે કાપી નાખતા ગત મોડી રાત્રે સમગ્ર ભરૂચ નગર અંધારપટમાં ફેરવાયું હતું જેના કારણે ભરૂચમાં ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી અધૂરી હોવાના કારણે લોકોને અકસ્માતનો ભય પણ ઉભો થયો હતો સાથે જ સમગ્ર ભરૂચ અંધારપાટમાં ફેરવાઈ જતા વેપારીઓને ચોરી થવાનો ભય પણ ઉભો થયો હતો સમગ્ર ભરૂચ નગર અંધારપટમાં ફેરવાઈ ગયું હતું છતાંય નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનું પેટનું પાણી હલ્યું ન હતું અને સમગ્ર રાત્રી અંધારપટમાં પસાર થઈ હતી

Advertisement

Image preview

નગરપાલિકાના વિજ કનેક્શનની મોટી રકમ બાકી હોવાના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચ નગરપાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ હતી નગરપાલિકાના વિજ કનેક્શન કાપી નાખવામાં આવતા નગરપાલિકાના તમામ વિભાગની ઓફિસોના વીજ પુરવઠો બંધ થઈ જતા વિવિધ વિભાગની ઓફિસો પણ અધિકારીઓ અને અરજદારો વિના સુની પડી હતી એટલું જ નહીં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ પોતાની કેબિન છોડી સિવિક સેન્ટરમાં આવેલ ગુમાસ્તાધારા વિભાગની ઓફિસમાં બેસવા માટે મજબૂર બન્યા હતા જ્યાં મીડિયાએ ચીફ ઓફિસ અને વીજ કનેક્શનના જોડાણ અંગે પૂછપરછ કરતાં તેઓએ કહ્યું હતું કે નગરપાલિકાનું વીજ કનેક્શન કપાઈ ગયું છે અને અંધારપટ ના કારણે આજે બીજી ઓફિસમાં બેસીને કામ કરીએ છીએ પરંતુ વહેલી તકે વિજ જોડાણ થઈ જશે અત્યારે 21 લાખ રૂપિયાના ચેક જમા કરાવવા માટે આપ્યા છે હજુ 37 લાખ રૂપિયા વીજ કનેક્શનના બાકી પડે છે એટલું જ નહીં ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના પણ અંદાજે વીજ કનેક્શનના 6 કરોડ રૂપિયા બાકી પડે છે અને તે અંગે પણ ચીફ ઓફિસરે કહ્યું હતું કે રાજ્ય સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વોટર વર્ક્સ કમિટીના વીજ કનેક્શનનો કાપી નાખવામાં આવશે તો ભરૂચવાસીઓએ પીવાના પાણી માટે વલખા મારવા સાથે તરસવું પડે તો નવાઈ નહીં હાલ તો ભરૂચ નગરપાલિકા અંધારપાટમાં ફેરવાઈ ગયું છે

Image preview

લાઈટ બિલની ભરપાઈ નહીં કરે ત્યાં સુધી વીજ જોડાણ નહીં થાય :જીઈબી અધિકારી એમ.બી ભોદાણી
ભરૂચ નગરપાલિકાનું પાંચ બત્તી નજીકની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં રૂપિયા 31 લાખનું લાઈટ બિલ બાકી પડતું હોય જેના કારણે નગરપાલિકાના 17 મીટરના જાહેર માર્ગોના સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપવામાં આવ્યા છે અને જ્યાં સુધી લાઈટ બિલ ની ભરાઈ નહીં કરે ત્યાં સુધી કનેક્શન જોડવામાં નહીં આવે તેવી કેફીયત પણ જીવી ના અધિકારીઓએ રજૂ કરી છે

ભરૂચ નગર અંધાર પટમાં અને પ્રમુખ ટુરમાં મજા માણતો વિડીયો વાયરલ.
ભરૂચ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે સાથે જ ભરૂચ શહેરમાં નગરપાલિકાની હદના 17 મીટરો કાપી નાખવામાં આવતા નગર અંધારપાટમાં ફેરવાયું છે ભરૂચ નગરપાલિકા ખુદ વીજળી વિનાની થઈ ગઈ છે અને તેમાંય ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ પ્રમુખનો ચાર્જ આપ્યા વિના જ પાંચ દિવસથી ફરવા નીકળી જતા તેઓનો ડાન્સ કરતો વિડિયો પણ વાયરલ થયો છે જેના પગલે પ્રમુખ સાહેબ મસ્ત શહેરીજનો ત્રસ્ત થયા હોય તેમ સામે આવી રહ્યું છે

દેવામાં ડૂબેલી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાશે..?
ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના સપના જોવા મળી રહ્યા છે પરંતુ દેવામાં ડૂબેલી ભરૂચ નગરપાલિકા ભરૂચ નગરના જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઇટનું વીજબીલ અને નગરપાલિકાનું વીજ ભરપાઈ કરી શકતું નથી ત્યારે મહાનગરપાલિકા બની જાય તો ભરૂચ ની સ્થિતિ શું હશે તે પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે

અહેવાલ  -દિનેશ મકવાણા ભરૂચ

આ પણ  વાંચો -બંધારણમાં 125 વાર સુધારા થયા છે, એક વાર હિન્દુ રાષ્ટ્ર માટે પણ થાય: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

Tags :
Advertisement

.